જવાબદાર કોણ?:ભાવનગર નજીક મામસા GIDCમાં આવેલી ફેક્ટરીમાં લોખંડનો ગરમ રસ માથે પડતા એક કારીગરનું મોત, 4 દાઝ્યા

ભાવનગર2 વર્ષ પહેલા
ફેક્ટરી અંદર લોખંડનો રસ ઢોળાતા એક કારીગરનું ઘટનાસ્થળે જ મોતી નપજ્યું હતું - Divya Bhaskar
ફેક્ટરી અંદર લોખંડનો રસ ઢોળાતા એક કારીગરનું ઘટનાસ્થળે જ મોતી નપજ્યું હતું
  • ઘોઘા પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી

ભાવનગર નજીક આવેલી મામસા GIDCમાં એક ફેક્ટરીમાં સવારના સમયે લોખંડ ઓગળવાની ભઠ્ઠીમાં તૈયાર થયેલો લોખંડનો ગરમ રસ કારીગરો પર પર પડતા એક કારીગરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. જ્યારે અન્ય 4 કારીગર દાઝી જતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

4 કારીગરોને ખાનગી હોસ્પિટલ ખસેડાયા
ઘટનાની વિગત અનુસાર મામસા GIDCમાં અકીબ સ્ટીલ નામની ફેક્ટરીમાં સવારના સમયે લોખંડ અગોળવાની ભઠ્ઠીમાં તૈયાર થયેલો લોખંડના ગરમ રસની હેરફેર કરતા સમયે તેની સાંકળ તૂટી જતાં લોખંડનો રસ ઢોળાયને કારીગરો પર પડતાં બિહારી કારીગર રાહુલ કુમારનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય 4 કારીગરો ગંભીર રીતે દાઝી જતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.

પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી
અકીબ સ્ટીલની ફેક્ટરીમાં કામ કરતા રવિ, અનુજ, સુરેન્દ્ર અને જેરીસિંગ દાઝી જતાં હાલ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. ઘટનાની જાણ થતાં ઘોઘા પોલીસ સ્થળ પર પહોંચી ગઈ છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(ભરત વ્યાસ, ભાવનગર)