ચૂંટણીની તૈયારીઓ:ભાવનગરમાં સી.આર. પાટીલે ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી ચૂંટી કાઢવા હાકલ કરી

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આવતીકાલે ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ અને માર્કેટિંગ યાર્ડમાં પ્રદેશ પ્રમુખના ભરચક કાર્યક્રમો

વન ડે વન ડિસ્ટ્રીક્ટ અંતર્ગત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ આજથી બે દિવસ ભાવનગરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સૌપ્રથમ વિશાળ બાઇક રેલી કાઢી જવાહર મેદાન ખાતે પેજ સમિતિ સંમેલન યોજાયું હતું. આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં ઉમેદવારોના નામ અને ટિકિટ માત્રને માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ જ નક્કી કરશે.

ઉમેદવારોને જંગી બહુમતીથી ચૂંટી કાઢવા હાકલ કરી
ભાજપના પ્રદેશ અધ્યક્ષ પાટીલે પેજ પ્રમુખોને આગામી ચૂંટણીને અનુલક્ષીને તૈયારીઓમાં લાગી જવા અને મતદાનના દિવસ સુધી કાર્યરત રહેવા હાંકલ કરી હતી. આ તકે તેમણે વિપક્ષ કોંગ્રેસ પર પણ આક્ષેપ કરવાની તક છોડી ન હતી. જ્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે દેશની સંપત્તિ પર અધિકાર અંગે કરેલાં જ્ઞાતિગત વિધાનને ભાજપના પ્રદેશ અધ્યક્ષ પાટીલે વખોડ્યું હતું અને દેશની સંપત્તિ પર સૌનો સમાન અધિકાર હોવાનું કહ્યું હતું. તો તેમણે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલનું નામ લીધા વગર ગુજરાત આવતા એક રાજકીય પક્ષને ગત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં ગુજરાતની પ્રજાએ પાઠ ભણાવ્યો હતો અને તેમના ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ કરાવી હતી તેઓને આગામી ચૂંટણીમાં ફરી પાઠ ભણાવવાની જરૂર છે તેમ કહી પેજ પ્રમુખોને કમળનું નિશાન લઈને આગામી વિધાનસભાની ચૂંટણી જંગમાં ઉતરનાર તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી ચૂંટી કાઢવા હાકલ કરી હતી.

સી.આર.પાટીલના બે દિવસના પાટીલના ભરચક કાર્યક્રમો
આવતીકાલે સવારે મેઘાણી ઓડિટોરીયમમાં સાધુ-સંતો તેમજ ધાર્મિક સંસ્થાઓના આગેવાનો, સાહિત્યકારો તથા કથાકારો સાથે સંવાદ કરશે. આ ઉપરાંત માર્કેટીંગ યાર્ડ ખાતે લાભાર્થીઓ અને મહિલાઓ સાથે સંવાદ કરશે. જ્યારે બપોરે ખેડૂત આગેવાનો તેમજ સહકારી અને સામાજિક આગેવાનો સાથે પણ બેઠક થશે. છેલ્લે શિક્ષકો, નિવૃત્ત અધિકારીઓ અને ડોક્ટરો, વકીલો, એન્જિનીયરો, બિલ્ડરો અને સી.એ. સાથે પણ બેઠક યોજશે. આમ બે દિવસના પાટીલના ભરચક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે મંગળવારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ કિર્તીદાનના સન્માન સમારોહ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

જિલ્લા ભાજપ પ્રમુખનું ખિસ્સું કપાયું
ભાવનગર શહેરમાં સી.આર.પાટીલની અધ્યક્ષતામાં વન ડે વન ડ્રિસ્ટિકટ કાર્યક્રમ અંતર્ગત પેજ સમિતિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશ લંગાળિયાનું આ સંમેલનની અંદર પાકિટ ચોરાયું હતું. ખિચ્ચા કાતરું એ જિલ્લા ભાજપ પ્રમુખનું ખિસ્સું કાપી રૂ.35 હજાર રોકડ રકમ અને અંદર મહત્વના કાગળો ચોરાયા હોવાનું તેમણે જણાવ્યું હતું.

કૉંગીં મહિલાઓની અટકાયત
ભાવનગરમાં આવેલા સી.આર પાટીલના કાર્યક્રમ સ્થળે કોંગ્રેસની બહેનો મોંઘવારી સહિતના મુદ્દે મહિલા કૉંગ્રેસ વિરોધ કરવા પહોંચે તે પહેલાં જ જવાહર મેદાનનાં ગેટ નંબર 1 પાસે કોંગ્રેસની બહેનોને પોલીસે તમામ કોંગ્રેસના કાર્યકર્તા અને મહિલાઓની અટકાયત કરી હતી, મહિલા કોંગ્રેસ એ ભાજપના કાર્યક્રમ સ્થળે પહોંચવાનો પ્રયાસ કર્યો હતો, ભાજપના રાજમાં મહિલા સુરક્ષિત નથી મહિલા કોંગ્રેસ દ્વારા સૂત્રોચ્ચાર કર્યા હતા, વિરોધ પ્રદર્શન માટે પહોંચેલી મહિલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...