તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌરવ:વિશ્વ વિકલાંગ દિવસે સી.પી.સ્કૂલના ખેલાડીઓને 11 ગોલ્ડ, 5 સિલ્વર અને 7 બ્રોન્ઝ અર્પણ કરાયા

ભાવનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક

પી.એન.આર સોસાયટીમાં વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી કરવામાં આવેલ. વિકલાંગ પ્રત્યે જાગૃતિ લાવવા અને તેમના જીવનમાં ઉજાસ લાવવા સમાજને ભાગીદાર બનાવવાના ઉદ્ેશથી આ ઉજવણી કરવામાં આવે છે.

આ પ્રસંગે સંસ્થામાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની અધ્યક્ષતામાં નટરાજ સી.પી.સ્કૂલના ખેલાડીઓએ સી.પી.સ્પોર્ટસ ફેડરેશન ગુજરાત 19ની રમત ગમતમાં પ્રાપ્ત કરેલ 11 ગોલ્ડ, 5 સિલ્વર અને 7 બ્રોન્ઝ મેડલ અને ટ્રેક શુટ મહેમાનો દ્વારા અર્પણ કરાયા હતા. તેમજ કોરોના પેન્ડેમીક કાળમાં સીપી બાળકોની ઓનલાઇન કોમ્પીટીશનના ઇનામોનુ પણ વિતરણ કરાયુ અને દિવ્યાંગોના ઉત્કર્ષ અને કલ્યાણના ધ્યેય રૂપે સંસ્થામાં તાલીમ મેળવી સ્વનિર્ભર થયેલા 3 કાર્યકરોનુ સન્માન કરાયુ હતુ.

સી.પી.બાળકો માટે દૈનિક ક્રિયાની તાલીમમાં કેરટેકર, વાલી અને વિદ્યાર્થીઓને સ્વનિર્ભર બનાવવાના હેતુથી વિશેષ સચિત્ર બે બ્રોશરનુ વિમોચન કરાયુ હતુ. વૈશાલીબેન, સમાજ સુરક્ષા અધિકારીએ દિવ્યાંગ બાળકોના વાલી અને કર્મચારીને વધુ સક્રિય થવા અપીલ કરી હતી.આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટીગણ, કર્મચારી, વાલીઓ અને લાભાર્થીઓ કોવિડ 19ની ગાઇડલાઇન અનુસરીને હાજર રહી પ્રેરકબળ પુરૂ પાડેલ હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો