તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભારત સરકારના રાષ્ટ્રીય કામધેનુ આયોગે દેશી કુળની ગાયના સંવર્ધન અને વિકાસની દિશામાં દેશને વધુ એક ડગલું આગળ લઈ જવા માટે કામધેનુ ગૌ-વિજ્ઞાન પ્રચાર-પ્રસાર પરીક્ષાનું આયોજન કર્યું છે. યુવા વિદ્યાર્થીઓ તેમજ પ્રત્યેક નાગરિકોમાં સ્વદેશી ગાય વિશે જાગૃતિ આવે તે માટે ગૌ વિજ્ઞાન વિશે સ્ટડી મટિરિયલ તૈયાર કરી તે વિષે પરીક્ષા યોજવાનું નવતર પગલું આયોગે ભર્યું છે. આયોગની આ પહેલને પગલે લોકોમાં ગાય વિશે ઉત્સુકતા વધશે અને ગાય દૂધ આપતી બંધ થાય પછી પણ તેના દ્વારા મળતી આત્મનિર્ભરતાની તકો વિશે તેઓ માહિતગાર થશે, તેમ રાષ્ટ્રીય કામધેનુ આયોગના અધ્યક્ષ ડો.વલ્લભભાઈ કથીરિયાએ જણાવ્યું છે.
કામધેનુ ગૌ વિજ્ઞાન પ્રચાર-પ્રસાર પરીક્ષા સમગ્ર દેશમાં 25 ફેબ્રુઆરી, 2021ના રોજ ઓનલાઈન લેવાશે, આ પરીક્ષા વિશેની સૂચિત માહિતી રાષ્ટ્રીય કામધેનું આયોગની સત્તાવાર વેબસાઈટ ઉપર મૂકવામાં આવી રહી છે. તે માટે http://kamdhenu.gov.in / http://kamdhenu.blog ઉપરથી માહિતી મેળવી શકાય છે.
ડો. કથીરિયાએ ઉમેર્યુ હતું કે, પરીક્ષા ચાર કેટેગરીમાં યોજાશે-પ્રાઇમરી લેવલ (આઠમા ધોરણ સુધીના વિદ્યાર્થીઓ) સેકન્ડરી લેવલ (9 થી 12માં ધોરણ સુધીના વિદ્યાર્થીઓ) ત્રીજી કેટેગરી કોલેજ (કોલેજના વિદ્યાર્થીઓ) અને ચોથી કેટેગરીમાં આમ જન સમાજના લોકો પરીક્ષા આપી શકશે. 100 માર્કના પેપરનો સમય એક કલાક હશે અને પરીક્ષા અંગ્રેજી તેમજ હિન્દી ઉપરાંત, ગુજરાતી અને મરાઠી સહિત 12 પ્રાદેશિક ભાષાઓમાં આપી શકાશે. પરીક્ષા આપવા માટે કોઈ ફી ભરવાની નથી.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.