કોરોના રસીકરણ:કોરોનામાં 89.26 ટકા લોકોને કોવિશિલ્ડ વેક્સિન અપાઇ

ભાવનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોવેક્સિનનો માત્ર 10.74 ટકા ઉપયોગ કરાયો
  • 21,22,202 વેક્સિન ડોઝ પૈકી 18,94,375 ડોઝ કોવિશિલ્ડના ઉપયોગમાં લેવામાં આવ્યા

ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોના રસીકરણની કાર્યવાહી આગળ ધપી રહી છે જેમાં સમગ્ર ભાવનગર જિલ્લામાં જે રસીકરણ થયું છે તેમાં 100માંથી 89 લોકોએ કોવિશિલ્ડ રસી આપવામાં આવી છે. જ્યારે 11 વ્યક્તિને કોવિક્સિન આપવામાં આવી છે. કુલ 21,22,202 રસીના ડોઝ પૈકી કોવિશિલ્ડના 18,94,375 ડોઝ વપરાયા છે. ભાવનગર જિલ્લામાં કોરોના રસીકરણની આંકડાકીય માહિતી મુજબ અત્યાર સુધીમાં જિલ્લામાં કોવિશિલ્ડ રસીના 19,96,250 ડોઝ મળ્યા છે જ્યારે કોવિક્સિનના 2,43,850 ડોઝ મળ્યા છે.

તેમાં કોવિશિલ્ડ રસીના 18,94,375 ડોઝ ઉપયોગમાં લેવાયા છે જ્યારે કોવિક્સિનના 2,27,827 ડોઝ ઉપયોગમાં લેવાયા છે. આમ, કુલ 21,22,202 ડોઝ ઉપયોગમાં લેવાયા છે તેમાં કોવિશિલ્ડના ડોઝ ઉપયોગમાં લેવાયાની ટકાવારી 89.26 ટકા છે. જ્યારે કોવિક્સિનનો માત્ર 10.74 ટકા ઉપયોગ કરાયો છે. હજી જિલ્લામાં કોવિશિલ્ડ રસીના 2,12,480 ડોઝ અને કોવિક્સિનના 32,000 ડોઝ મળીને બન્ને રસીના 2,44,480 ડોઝ ઉપલબ્ધ છે.

ભાવનગર જિલ્લામાં લોકોને કોરોના સામે સુરક્ષા કવચ તરીકે મોટા ભાવે કોવિલિલ્ડ રસીના ડોઝ આપવામાં આવ્યાં છે. સૌ પ્રથમ રસીકરણ ચાલુ કરાયું ત્યારે હેલ્થ વર્કર અને ફ્રન્ટ લાઇન વર્કરમાં કોવિક્સિનનો વધુ ઉપયોગ થયેલો પણ બાદમાં તો મહત્તમ રીતે કોવિશિલ્ડ વેક્સિનનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...