તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સજા:પાલિતાણામાં યુવક પર જીવલેણ હુમલાના કેસમાં સંડોવાયેલા ત્રણ આરોપીને 10 વર્ષની સજા ફટકારતી કોર્ટ

ભાવનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક મહિલા આરોપીનો નિર્દોષ છુટકારો

બે વર્ષ પૂર્વે પાલીતાણા ખાતે પૈસાની લેતીદેતી બાબતે એક યુવાન ઉપર એક મહિલા સહિત ત્રણ શખ્સોએ જીવલેણ હુમલો કર્યાની પોલીસ ફરીયાદ નોંધાઈ હતી. આ અંગેનો કેસ આજરોજ ભાવનગરના પ્રિન્સીપાલ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજની અદાલતમાં ચાલી જતા અદાલતે જીલ્લા સરકારી વકીલ વિપુલ દેવમુરારીની અસરકારક દલીલો, આધાર પુરાવા, સાક્ષીઓ, વિગેરે ધ્યાને રાખી ત્રણ આરોપીઓને 10 વર્ષની સખ્ત કેદની સજા અને રોકડ દંડ ફટકાર્યો હતો.જ્યારે અન્ય એક મહિલા આરોપીને છોડી મુકવા અદાલતે હુકમ કર્યો હતો.

આ કેસની પ્રાપ્ત વિગતો મુજબ આ કામના ફરીયાદી મહેબુબભાઈ ઉર્ફ અક્ષય મહંમદભાઈ મહેતર મુસ્લીમ ઘાંચી (ઉ.વ.39, રહે. ઘેટી રીંગ રોડ, પાલીતાણા) નામના યુવાને એવા મતલબની પોલીસ ફરીયાદ નોંધાવી હતી કે તા.27/2/2018 ના રોજ પોતાની ફુટ લારી ભરીને મેઈન બજાર ભૈરવનાથ મંદિરની સામે પાલીતાણા ખાતે વેપાર કરતા હતા તે વેળાએ સાંજના સુમારે આ કામના આરોપીઓ (1) સદામ મહેબુબભાઈ ભટ્ટા (ઉ.વ.27 રહે.ખત્રીવાડ, ખોજા મજીદ પાછળ, પાલીતાણા) (2) ઈસ્તીયાજ કાળુભાઈ કાઝી ( ઉ.વ.20 રહે.હાથીયાધાર, પાલીતાણા) (3) લતીફ જીભાઈ બેલીમ (ઉ.વ.28, રહે.હાથીયાધાર , પાલીતાણા), (4) નઝમાબાનુ ઉર્ફ નસીમબેન મહેબુબભાઈ ભટ્ટા (ખત્રીવાડ, પાલીતાણા) સહિતનાઓએ એક સંપ કરી ઘટના સ્થળે આવી ફરીયાદીને કહેલ કે સલીમભાઈ શમા એ આપેલા રૂપિયા આપી દે નહી તો જાનથી પતાવી દેવો છે તેમ કહીને ઉક્ત આરોપીઓએ લાકંડી ધોકા પાઈપ અને તલવાર વડે ફરીયાદી ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. અને ઈજા પહોંચાડી હતી.

ગભીર રીતે ઘવાયેલા ઈજાગ્રસ્ત ને સૌપ્રથમ માનસિંહજી હોસ્પીટલ પાલીતાણા ત્યારબાદ ભાવનગરની સર.ટી.હોસ્પીટલમાં અને વધુ સારવાર માટે અમદાવાદની વી.એસ.હોસ્પીટલમાં ખસેડાયેલ ઉક્ત આરોપીઓએ એક સંપ કરી તિક્ષ્ણ હથીયારો વડે હુમલો કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી જીવલેણ હુમલોની પોલીસ ફરીયાદ મહેબુબભાઈ મહેતરે પાલીતાણા પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે ઇપીકો કલમ 307, 325, 323, 506(2), 34 જીપીએક્ટ 135 સહિતનો ગુનો નોંધાયો હતો.

આ અંગેનો કેસ ભાવનગરના પ્રિન્સીપલ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજ આર.ટી.વચ્છાણીની અદાલતમાં ચાલી જતા અદાલતે જીલ્લા સરકારી વકીલ વિપુલ દેવમુરારીની દલીલો મૌખીક પુરાવા 34 દસ્તાવેજી પુરાવા 48 વિગેરે ધ્યાને લઈ આ કામના આરોપીઓ (1) સદામ મહેબુબભાઇ ભટ્ટા (2) ઇસ્તીયાજ કાળુભાઈ કાઝી (3) લતીફ છભાઈ બેલીમ કની સામે ઇપીકો કલમ 307 સાથે વાંચતા કલમ 34 મુજબના ગુના સબબ ત્રણેય આરોપીઓને તકસીરવાન ઠરાવી 10 વર્ષની સખ્ત કેદની સજા , પ્રત્યેક આરોપીઓને રૂ.10 હજારનો દંડ આરોપીઓ દંડ ન ભરે તો વધુ 20 દિવસ સજા, ઇપીકો કલમ 325 મુજબના ગુનામાં આરોપીઓને 5 વર્ષની રોકડા રૂ.પાંચ હજારનો દંડ, આરોપીઓ દંડ ન ભરે તો વધુ 15 દિવસની સત, ઇપીકો કલમ 323 મુજબના ગુનામાં આરોપીઓને 6 માસની સજા અને રૂ .1 હજારનો દંડ, આરોપી દંડ ન ભરે તો વધુ સાત દિવસની સજા, ઇપીકો કલમ 506(2) મુજબના ગુના સબબ ત્રણેય આરોપીઓને એક વર્ષની કેદની સજા અને રોકડા રૂા. એક હજારનો દંડ આરોપીઓ દંડ ન ભરે તો 7 દિવસની સજ્જ અદાલતે ફટકારી હતી . ત્યારે અન્ય એક મહિલા આરોપીને છોડી મુકવા અદાલતે હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો