તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સજા:તબીબ ઉપર જીવલેણ હુમલા પ્રકરણમાં કોર્ટે આરોપીને ત્રણ વર્ષની સખ્ત કેદની સજા અને રૂ.10,000નો દંડ ફટકાર્યો

ભાવનગરએક મહિનો પહેલા
 • મેડિકલ કેમ્પમાં આરોપીનું સારણગાંઠનું ઓપરેશન ડોક્ટર ઘનશ્યામ પટેલે કર્યું હતુ
 • ઓપરેશન બાબતે અસંતોષ રહેતા ડોક્ટરને છરી મારી ગંભીર ઇજા કરી હતી

ભાવનગરમાં આઠ વર્ષે પૂર્વે પ્રવિણ દેવલુકનું જીથ્રી ગામે મેડિકલ કેમ્પમાં સારણગાંઠનું ઓપરેશન ડોક્ટર ઘનશ્યામ પટેલે કર્યું હતુ. પણ ઓપરેશન બાબતે અસંતોષ રહેતા ડોક્ટર ઘનશ્યામ પટેલને છરી મારી ગંભીર ઇજા કરી હતી.

ઓપરેશન બાબતે મનદુખ થતા આરોપીએ ડોક્ટર પર હુમલો કર્યો હતો

આઠ વર્ષે પૂર્વે આરોપી પ્રવિણ દેવલુક જાતે બારોટ (ઉ.વ.55) રહે. દાણાપીઠ લાલદાસના મંદિર પાસેનું અગાઉ સારણગાંઠનું ઓપરેશન ઘનશ્યામ પટેલ (રહે. દેવુબાગ, સરદારબાગ સોસાયટી. પ્લોટ.નં.15) ભાવનગરના માર્ગદર્શન હેઠળ જીથ્રી ગામે મેડિકલ કેમ્પમાં થયેલું હતું. જે ઓપરેશન બાબતે અસંતોષ રહેતા જેનું મનદુખ રાખી ગત તા.12/3/2013 ના રોજ સવારના સુમારે નિલમબાગ સર્કલ પાસે વિરભદ્ર શોપીંગ સેન્ટરના ઉપરના માળે જવાના દાદરા પાસે ડોક્ટર ઘનશ્યામ પટેલને આરોપી પ્રવિણ દેવલુકે છરી વડે પેટના ભાગે એક ઘા મારી ગંભીર ઇજા કરી મોત નિપજાવવાની કોશીશ કરી હતી.

પોલીસે આરોપી સામે 307, 326, જીપી એક્ટ 135 મુજબનો ગુનો નોંધ્યો હતો

આ બનાવ અંગે ઇજાગ્રસ્તના પત્નિ બિનાએ સ્થાનિક એ.ડીવીઝન પોલીસ મથકમાં આરોપી પ્રવિણ દેવલુક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે 307, 326, જીપી એક્ટ 135 મુજબનો ગુનો નોંધ્યો હતો. આ અંગેનો કેસ આજરોજ ભાવનગરના છઠ્ઠા એડીશન ડિસ્ટ્રીક્ટ જજ એસ.આઇ. તારાણીની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલ યાત્રી પંડ્યા તથા વિથ પ્રોસિકયુશન એડવોકેટ મેહુલ ઝાંઝમેરાની દલીલો કુલ 34 સાહેદો, મૌખિક પુરાવા તથા દસ્તાવેજી પુરાવા વિગેરે ધ્યાને રાખી આરોપી પ્રવિણ દેવલુક સામે 307ના ગુનામાં તકસીરવાન ઠેરવી ત્રણ વર્ષની સખ્ત કેદની સજા અને રોકડા રૂ.10,000નો દંડ અદાલતે ફટકાર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો