તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સજા:મારામારી કેસમાં તોતણીયાળાના 10 શખ્સોને પાંચ વર્ષની સજા ફટકારતી કોર્ટ

ભાવનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકારી વકિલ બી.કે.વોરાની ધારદાર દલિલો ગ્રાહ્ય રાખી

ચાર વર્ષ પૂર્વે વલ્લભીપુર તાલુકાના તોતણીયાળા ગામે થયેલી મારામારીનો કેસ અત્રેની ચોથા એડીશ્નલ સેશન્સ એન્ડ ડિસ્ટ્રીકટ જજ ઝેડ.વી.ત્રિવેદીની કોર્ટમાં ચાલી જતા 10 શખ્સોને કસુરવાર ઠેરવ્યા છે. અને તમામ દસેય આરોપીઓને પાંચ વર્ષની કેદ તથા રૂપીયા ૬૫ હજારનો દંડ ફટકાર્યો હતો.

બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ચાર વર્ષ પૂર્વે તા.24/11/2017 ના રોજ તોતણીયાળા ગામથી નજીક બાવસંગભાઈ લવજીભાઈ મોરી ઉ.વ.50 પર તે ગામના જ શંકર પરશોતમ નિતિન પરશોતમ, પકંજ સવજીસ, ગણેશ પોપટ, બાલા લાલજી, લાભુ બીજલ, રાજેશ બીજલ, અરવિંદ ગોરધન, ગોરધન લાલજી સહિતે બાવસંગભાઈ પર તુ શૈલેષ સાથેના શુટીંગના ઓર્ડર બાબતે કેમ વચ્ચે પડો છો તેમ કહી તમામ એક સંપ કરી તલવાર, ધારીયુ, લાકડી-ધોકા સહિતના હથીયારો વડે મારમારી ઈજા કરી નાસી છુટ્યા હતા. જેમાં ગંભીર હાલતે બાવસંગભાઈને પ્રથમ વલ્લભીપુર બાદ ભાવનગર ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયેલ બનાવ અંગે તમામ શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ 307, 325, 323, 504, 506(2), 403, 143, 147, 148, 149 જીપી એક્ટ 135 મુજબનો ગુનો નોંધી તમામની આરોપીઓની ધરપકડ કરી હતી.

બનાવ અંગેનો કેસ આજરોજ ચોથા એડીશ્નલ સેશન્સ એન્ડ ડિસ્ટ્રીકટ જજ ઝેડ.વી.ત્રિવેદીની કોર્ટમાં ચાલી જતા સરકારી વકિલ ભરતભાઈ કે. વોરાની દલિલો તથા 40 દસ્તાવેજી પુરાવા 12 મૌખીક પુરાવા ગ્રાહ્ય રાખી તમામ દસેય આરોપીઓને પાંચ વર્ષની સજા તથા રૂા. 65 હજારનો દંડ ફટકાર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...