તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામીન નામંજૂર:અપ્રમાણસર મિલ્કત કેસમાં આગોતરા નામંજૂર કરતી કોર્ટ

ભાવનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર

ભાવનગર એસીબી એ અપ્રમાણસર મિલ્કત મામલે કેસ નોંધાયો હતો જેમાં આરોપી નરશીભાઈ વળિયા વિરુદ્ધ 2.50 કરોડ જેટલી અપ્રમાણસર મિલ્કત બાબતે આજરોજ ત્રીજા એડી.જજ એ.બી.ભોજકે આગોતરા નામંજૂર કર્યા હતા.

ભાવનગર એસીબી પોલીસે તા.29/5/2021 ના રોજ નરશીભાઈ કાનાભાઈ વળિયા રહે. ગોકુળનગર તા.મહુવા વાળા તેની નોકરી- GLDC વર્ગ-3ના કર્મચારી વિરુદ્ધ અપ્રમાણસર મિલ્કત અંગે નો ગુન્હો દાખલ કર્યો હતો, જે અંગે પ્રાથમિક તપાસમાં નરશીભાઈ પાસેથી રૂ.2,50,87,137 એટલે કે 61.09 ટકા જેટલી રકમ અપ્રમાણસર મિલ્કત મળી આવી હતી,

જેને લઈ નરશીભાઈ વળિયાએ ભાવનગર કોર્ટમાં આગોતરા માટે જમીન મંજુર કરાવવા અરજી મુકેલ હતી, જે આગોતરા અરજીનું આજરોજ કોર્ટમાં ચાલી જતા એસીબીના સરકારી વકીલ બી.કે.વોરાએ રજૂ કરેલ સોગંદનામાની વિગતો ધ્યાને લઇ અને ધારદાર દલીલો કરતા જમીન અરજી નામંજૂર કરી હતી.

અન્ય સમાચારો પણ છે...