ભાવનગરના તળાજા તાલુકાના શેત્રુંજી નદીના પુલ પાસે બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા પીપળીયા ગામની મહિલાનું મોત નિપજ્યું હતું. તળાજા તાલુકાના પીપરલા ગામે રહેતા ત્રીકમભાઇ મગનભાઇ બારૈયા ગઇકાલ બપોરના સુમારે તળાજાથી પીપરલા ગામે જઇ રહ્યા હતા.
ત્યારે શેત્રુંજી નદીના પુલ પાસે પાછળથી આવી રહેલા બાઇક ચાલકે બેફીકરાઇથી ચલાવી અડફેટે લેતા ત્રીકમભાઇ મગનભાઇ બારૈયા, તેમના પત્ની ભારતીબેન તથા પુત્ર નૈતીકને ઇજા થતાં તાત્કાલિક 108 મારફતે તળાજા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન ભારતીબેનનું મૃત્યું નિપજતા પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃતકના પતિએ અજાણ્યા બાઇક ચાલક વિરુદ્ધ તળાજા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.