તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મારામારી:કલ્યાણનગરની મહિલા પર સામાન્ય બાબતે દંપતીનો હુમલો, જાતિ પ્રત્યે અપમાનિત કર્યાની પોલીસ ફરિયાદ

ભાવનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર

શહેરના ફૂલસર વિસ્તારમાં આવેલ સરકારી આવાસ યોજના ના ફલેટ માં રહેતી મહિલાએ સામાન્ય બાબતને લઈને આવાસ વસાહતમાં રહેતાં દંપતીએ હુમલો કરી જાતિ વિશે અપમાનિત કરી જાનથી મારી નાખવાની ધમકી આપતાં મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

શહેરના ફૂલસર વિસ્તારમાં આવેલ કલ્યાણનગર સ્થિત સરકારી આવાસ યોજના વસાહતમાં રહેતી દક્ષા રમેશ પુરાણી એ તેનાં ફલેટમાં રહેતા ખુમાનસિંહ બટુકસિંહ ચૌહાણ તથા તેનાં પત્ની રેખાબેન વિરુદ્ધ ડી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં એવાં મતલબની ફરિયાદ નોંધાવી હતી કે ફરિયાદી દક્ષાબેન તથા તેની બહેનપણી ટેરેસ પર બેઠી હોય એ દરમિયાન પાણીના વાલ્વ ની પુછપરછ માટે આવેલ ખુમાન સિંહે મોબાઈલ માથી ટોચૅ દક્ષા પર કરી અસભ્ય વતૅન કર્યું હતું.

ખુમાનસિંહના અસભ્ય વર્તન બાબતે દક્ષાએ આરોપીના પત્ની રેખાબેનને ફરિયાદ કરતાં ઉશ્કેરાયેલા દંપતીએ દક્ષાબેનને જાતિ વિશે અપશબ્દો કહી હડધૂત કરી ઝપાઝપી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતાં મહિલાએ દંપતી વિરુદ્ધ ડી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એકટ 3(1)(r), 3(2)(I), 5 તથા આઈ.પી.સી.કલમ 323, 506(2), 114 સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...