મતદાન:8 ડિસેમ્બરે સરકારી ઇજનેરી કોલેજ ખાતે મત ગણતરી થશે

ભાવનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સ્ટ્રોંગરૂમ, CCTV વિ. બાબતે માર્ગદર્શન અપાયું
  • 1 ડિસેમ્બરે મતદાન પૂર્ણ થયા બાદ વિધાનસભા મુજબના EVM સ્ટ્રોંગરૂમ ખાતે મૂકવામાં આવશે

ગુજરાત વિધાનસભા ચૂંટણી કાઉન્ટીંગ સેન્ટર તથા સ્ટ્રોંગરૂમ આનુસાંગિક કામગીરી અંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ડી. કે. પારેખની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ. વિધાનસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત ભાવનગર જિલ્લામાં સમાવિષ્ટ તમામ 7 (સાત) મતદાર વિભાગની મતગણતરી મધ્યસ્થ મતગણતરી કેન્દ્ર સરકારી ઇજનેર કોલેજ, ભાવનગર ખાતે નક્કી કરવામાં આવેલ છે મતદાનની તા .1 ડિસેમ્બર તથા મત ગણતરીની તા . 8 ડિસેમ્બર છે.

મતદાનની તારીખે મતદાન પૂર્ણ થયા બાદ દરેક વિધાનસભા મુજબના EVM મશીનો મધ્યસ્થ કાઉન્ટીંગ સેન્ટરના સ્ટ્રોંગરૂમ ખાતે મૂકવાનાં થાય છે. જેથી તે પૂર્વે ચૂંટણી અધિકારીની માર્ગદર્શન તળે અને ભારતના ચૂંટણી પંચની સુચના મુજબ સ્ટ્રોંગરૂમ તૈયાર કરવાના થાય છે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ ઉપરાંત મતગણતરીની તા. 8 ડિસેમ્બર, પૂર્વે મતગણતરી કેન્દ્ર તૈયાર કરવાના થાય છે. તેમજ આનુસાંગિક કાર્યવાહી જેવી કે લાઇટ માઇક, સીસીટીવી, મીડિયા, પાર્કિંગ વ્યવસ્થા, સુરક્ષા અને સલામતી વિગેરે જેવી કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર એન.વી.ઉપાધ્યાય, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એસ. એન. કટારા સહિત પ્રાંત અધિકારીઓ તેમજ વિવિધ વિભાગના અધીકારીઓ ઉપસ્થિત સહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...