તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મતગણતરી:ભાવનગર મનપાની આવતીકાલે મતગણતરી, સરકારી એન્જિનિયરીંગ કોલેજમાં સવારે 9 વાગ્યાથી મતગણતરી હાથ ધરાશે

ભાવનગર3 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભાવનગર મનપાના 13 વોર્ડની 52 બેઠકો પર ચૂંટણી લડનારા 211 ઉમેદવારોના ભાવિનો આવતીકાલે ફેંસલો થશે. આવતીકાલે હાથ ધરાનારી મતગણતરી માટે સરકારી એન્જિનિયરીંગ કોલેજમાં તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામા આવી છે.

મતગણતરી કેન્દ્ર ખાતે જુદા જુદા બે બિલ્ડીંગમાં વોર્ડ વાઇઝ કુલ 4 સ્ટ્રોંગ રૂમ તથા 4 મતગણતરી કેન્દ્રની વ્યવસ્થા ઉભી કરાઈ છે. આ તમામ કેન્દ્રો પર સુરક્ષા હેતુ પોલીસ તેમજ એસ.આર.પી. જવાનો સહિત ઉચ્ચ અધિકારીઓનો રાઉન્ડ ધ ક્લોક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.તેમજ તમામ વિસ્તારને સી.સી.ટી.વી. કેમેરાથી રક્ષિત કરવામાં આવ્યો છે.

વોર્ડ 1 થી 3 ની મત ગણતરી ઇસી બિલ્ડીંગ રૂમ. નંબર. 403, વોર્ડ 4 થી 6 ની મત ગણતરી એમીનિટી બિલ્ડીંગ રૂમ. નંબર.305, વોર્ડ 7 થી 10 ની મત ગણતરી ઇસી બિલ્ડીંગ રૂમ. નંબર.469, વોર્ડ 11 થી 13 ની મત ગણતરી એમિનિટી બિલ્ડીંગ રૂમ. નંબર 309માં સવારે 9 વાગ્યાથી હાથ ધરવામા આવનાર છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો