તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુલ સુધાર:ધો.12 બાયોલોજી પ્રેક્ટિકલની પરીક્ષાના પરિરૂપમાં ભુલ સુધાર, પરિરૂપમાં 6 નમૂનાને 8 નમૂના છપાઇ ગયેલું તે સુધારાયું

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિજ્ઞાન પ્રવાહમાં જીવ વિજ્ઞાન વિષયના પ્રશ્નપત્રના પરિરૂપમાં ટાઇપોગ્રાફીની ભુલ સુધારવામાં આવી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.12 સાયન્સમાં વિજ્ઞાન પ્રવાહના રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન વિષયોના પ્રાયોગિક પરીક્ષાના પરિરૂપ જાહેર કરીને તમામ જિલ્લામાં શિક્ષણાધિકારીઓને મોકલી આપવામાં આવ્યાં છે. તેમાં જીવ વિજ્ઞાનની પરીક્ષામાં ટાઇપોગ્રાફીમાં થયેલી ભુલ સુધારવામાં આવી છે.

જીવ વિજ્ઞાનની પ્રાયોગિક પરીક્ષાના પ્રશ્નપત્રના પરિરૂપમાં ચોથા પ્રશ્નમાં અગાઉ નીચે મુજબ વિગતો જાહેર કરવામાં આવી હતી. મુકેલ પ્રયોગ/ફોટોગ્રાફ/સ્લાઇડ/ચાર્ટને ઓળખી નામ-નિદર્શિત આકૃતિ દોરી તેનું વર્ણન કરો(24) (8 નૂમના દરેકના 3 ગુણ) એમ લખ્યુ઼ છે તે પ્રશ્નમાં એક સુધારો કરાયો છે. 24 ગુણના આ પ્રશ્નમાં 8 નમૂના અને ત્રણ ગુણ એવું ટાઇપોગ્રાફીની ભુલથી છપાઇ ગયું છે અને તેની જગ્યાએ 6 નમૂના અને દરેકના ચાર ગુણ એમ વાંચવું. આ પ્રશ્નમાં પ્રયોગ નંબર 4,5,8,14,17,18નો સમાવેશ છે. એટલે 8ને બદલે 6 નમૂના એ ભુલ સુધારાની જાણ તમામ ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓને કરવા બોર્ડના સંયુક્ત નિયામક બી.એન.રાજગોરે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો