તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોનાને કારણે દેશનું અર્થતંત્ર ડામાડોળ થઇ ગયું હોય છે. રાજ્ય સરકાર દ્વારા કોઈ બિનજરૂરી ખર્ચ નહીં કરવા મંત્રીઓ, ધારાસભ્યો સહિતનાને દિપાવલી શુભેચ્છાના કાર્ડ નહીં છપાવવા સુચના અપાઈ છે ત્યારે ભાવનગર કોર્પોરેશને નૂતનવર્ષ સ્નેહમિલનના કાર્ડ છપાવતા વિવાદ સર્જાયો છે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા નૂતન વર્ષે સ્નેહ મિલનની પ્રણાલી આવકારદાયક છે. સમગ્ર રાજ્યમાં આવો કાર્યક્રમ એકમાત્ર ભાવનગરમાં જ યોજાય છે. જે ભાવનગર માટે પણ ગૌરવ પ્રદ છે. પરંતુ વર્તમાન કોરોનાની પરિસ્થિતિમાં સંક્રમણ ફેલાય નહીં તે માટે સરકાર દ્વારા સોશિયલ ડિસ્ટન્સ જાળવવા સામાજિક સહિતના કાર્યક્રમોમાં માત્ર 200 વ્યક્તિઓની મર્યાદા રાખવા ગાઈડ લાઇન બહાર પડાયેલી છે.
ત્યારે ભાવનગર કોર્પોરેશન દ્વારા આગામી 16મી નવેમ્બરને સોમવારના રોજ સવારે 8 થી 8:30 અટલબિહારી બાજપાઈ ઓપન એર થિયેટર ખાતે નૂતન વર્ષ સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર નગરજનોને પણ તેમાં આમંત્રિત કરાયા છે. ત્યારે કોરોના સંદર્ભિત સરકારની ગાઇડ લાઇનની અમલવારી કઈ રીતે થઇ શકશે તે પણ એક મોટો પ્રશ્ન છે. કોર્પોરેશનમાં 52 નગરસેવકો, અધિકારીઓ, ભાજપ કોંગ્રેસનું સંગઠન, સંસ્થાના પ્રતિનિધિઓ, વકીલો, નગર શ્રેષ્ઠીઓ સહિતના એકત્રિત થાય તો પણ 200 વ્યક્તિઓથી સંખ્યા વધી જાય.
પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.