તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:ફક્ત 8 મહિનામાં 32 હજાર બોટલની સાથે કોર્પો.નો ઇકોબ્રીક પ્રોજેક્ટ સફળ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઇકોબ્રિકમાંથી ટ્રી ગાર્ડ, બેન્ચ, દિવાલ જેવી અનેક વસ્તુઓ બનાવાઈ

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ગયા ડિસેમ્બર મહિનામાં પ્લાસ્ટિક નાં પ્રશ્ન નાં નિરાકરણ માટે ઇકો બ્રીક અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. ગુજરાત માં કોઈ મહાનગરપાલિકા દ્વારા આવું અભિયાન શરૂ કરવાનો આ પ્રથમ અવસર હતો. આ અભિયાન અંતર્ગત છેલ્લા આંઠ મહિનામાં 32 હજાર ઇકો બ્રિક બનાવવમાં આવી છે. પ્લાસ્ટિક ની થેલીઓ ને પ્લાસ્ટિક ની બોટલમાં ભરીને 3 બોટલ દીઠ 10 રૂપિયાનો ભાવ નક્કી કરાયો હતો.

ભાવનગર મહાનગપાલિકા નાં 13 વોર્ડમાં અને કચરાની ગાડીઓ સાથે પણ પ્લાસ્ટિક ની આ બોટલો ઉઘરાવવામાં આવી હતી. હાલમાં અકવાડા લેક ખાતે આ ઇકોબ્રિક માંથી ટ્રી ગાર્ડ, બેન્ચ, ચાલવાનો રસ્તો, દિવાલ, ક્યારાઓ, સીટ જેવી અનેક વસ્તુઓ બનાવવમાં આવી છે. તાજેતર માં ઇકો બ્રી ક પાર્ક લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. ભાવનગર માં રહેવાસીઓ ઉપરાંત ઘણી સ્કૂલો દ્વારા પણ એકસાથે અઢળક સંખ્યમાં ઇકોબ્રીક બનાવવામાં આવી હતી.

એકઠી થયેલ બોટલ માંથી અત્યારે અકવાડા લેકમાં બાળકો માટે અલગ અલગ પ્રકારની રમત રમવાનાં સાધનો બનાવવામાં આવશે. ઈકોબ્રિક પાર્કમાં કમિશનર એમ. એ. ગાંધી, એસ્ટેટ ઓફિસર વિજયભાઈ પંડિત અને ડૉ. તેજસ દોશીનાં પ્રયત્ન સફળ થયા છે.

ઇકોબ્રીક પ્રોજેક્ટની સફળતા પાછળ પ્રજાનું યોગદાન
ઇકો બ્રીક ક્યારેય ખવાઈ જતી નથી માટે તેનો ફરી ફરી ઉપયોગમાં લઈ શકાય છે. શહેરના વિવિધ એકમો ( રહેણાંક વિસ્તાર, વાણિજ્ય, દુકાનો, લારી, ગલ્લા વગેરે જગ્યાએ ઉત્પન્ન થતો પ્લાસ્ટીકનો કચરો એકઠો કરીને આ કાર્ય સફળ થયું છે. સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ નાં પ્રયત્નો અને લોકોની પ્લાસ્ટિક નાં નિકાલ માટેના આ એક રસ્તા પ્રત્યે જાગૃતિ નાં પરિણામે ઇકો બ્રીક પ્રોજેક્ટ સફળ થયો છે. > એમ.એ. ગાંધી, કમીશનર

અન્ય સમાચારો પણ છે...