તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાની સંભવતઃ ત્રીજી લહેરની તૈયારી:સોલાર પ્લાન્ટ સ્થાપી કોર્પોરેશન દર મહિને કરશે દોઢ કરોડની વીજ બચત

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સોલિડ વેસ્ટ, ડ્રેનેજ, એસેસમેન્ટમાં સેટઅપ માટે સ્ટેન્ડીંગ કરશે નિર્ણય
  • ફિલ્ટર પ્લાન્ટ, પમ્પીંગ સ્ટેશન સહિતનો પ્રતિ માસ 23.25 લાખ યુનિટનો વપરાશ

સરકાર અને ખાનગી એકમો ઘણા વર્ષોથી વીજ બચત માટેના પ્રયાસો કરતા હોય છે જે માટે સોલારનો પણ મહત્તમ ઉપયોગ કરવા માટે ભાર મૂકતા હોય છે પરંતુ કોર્પોરેશન હજુ એ તરફ વળ્યું જ નથી જેને કારણે જુદા જુદા ફિલ્ટર પ્લાન્ટ, પંપીંગ સ્ટેશન અને એસ.ટી. પી. વિગેરે માટે દર મહિને દોઢ કરોડનો વીજ ખર્ચ થાય છે. જેથી કરોડોનો વીજ ખર્ચ બચાવવા માટે હવે કોર્પોરેશન દ્વારા પીજીવીસીએલ સાથે પીપીએ કરી સોલાર પ્લાન્ટ સ્થાપવાની કાર્યવાહી હાથ ધરી છે.

મહાનગરપાલિકાના જુદા જુદા ફિલ્ટર પ્લાન્ટ, પંપીંગ સ્ટેશન, વગેરે માટે હાલમાં પ્રતિ માસ અંદાજિત 23.25 લાખ યુનિટનો વપરાશ થાય છે. તેમજ પ્રતિમાસ વીજ ખર્ચ અંદાજિત રૂ.1.55 કરોડ થાય છે. રિન્યુએબલ એનર્જીનો વધારેમાં oppo યોગ થાય તે હેતુથી ગુજરાત સોલાર પાવર પોલીસી જાહેર કરવામાં આવી છે જે અન્વયે સોલાર પ્લાન્ટ સ્થાપવા માટે રોકવા માટે આગામી તા.27ના રોજ મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી આપવાનો નિર્ણય કરાશે.

તદુપરાંત કોવિડ ટેસ્ટ માટે 50 હજાર RTPCR ખરીદી જેનો થયેલા રૂ.10.10 લાખના ખર્ચની હકીકત જાહેર કરવા, કોરોના ની સંભાવનાઓ હેઠળ પેશન્ટ કેર એટેન્ડેન્ટની તાલીમ આપવાના થયેલા ખર્ચ, આરસીસી રોડની સમય મર્યાદા વધારી આપવા, વેલિંગ્ટન સર્કલ દત્તક આપ્યું પરંતુ જાળવણી નહિ કરાતા કોન્ટ્રાક્ટ રદ કરવા, બાલવાટિકા માં થયેલા વધારાના રૂ.81.63 લાખના ખર્ચ સહિત કુલ રૂ.3.59 કરોડના ખર્ચ તેમજ મુદત વધારાને મંજૂરી આપવા, મેનેજમેન્ટ તેમજ ડ્રેનેજ વિભાગમાં કામદારો અને સેનેટરી સબ ઈન્સ્પેક્ટરના સેટ અપ માં વધારો કરી રિવાઇઝ સેટઅપ મંજુર કરવા, એસેસમેન્ટ સેલ વિભાગમાં પણ રિવાઈઝ સેટઅપ મંજુર કરવા સહિતના 19 કાર્યોની ચર્ચા વિચારણા કરી નિર્ણય કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...