આયોજન:શહેરના સવા લાખ ઘરમાં તિરંગા લગાવવા કોર્પોરેશનનું આયોજન

ભાવનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તિરંગા ખરીદવા 30 લાખની મંજૂરી, બિસ્માર રોડ માટે સભ્યોએ તંત્રના કાન આમળ્યા

ભાવનગર શહેરના દરેક ઘરે આગામી 13 થી 15 ઓગસ્ટ તિરંગો લગાવવા માટે કોર્પોરેશન દ્વારા પ્લાનિંગ કરાયું છે. અને 13 વોર્ડમાં વેચાણ કેન્દ્રો ખોલવામાં આવશે. કોર્પોરેશન વિસ્તારમાં સવા લાખ ઘર, સંસ્થા, ફ્લેટ, કોમ્પ્લેક્સ, દુકાનમાં તિરંગા લગાવવાનું આયોજન કરાયું છે જેને આજે સ્ટેન્ડિંગ કમિટીમાં પણ 30 લાખનો ખર્ચ મંજૂર કરાયો છે.

કોર્પોરેશનની આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત વોર્ડ વાઈઝ તિરંગા ઝંડાના વેચાણ માટે કેન્દ્રો શરૂ કરી કેન્દ્ર સંચાલક અને લાઇઝનીંગ ઓફિસરોની નિમણૂક કરવામાં આવી છે. સંસ્થાઓમાં , સોસાયટીઓમાં ઘરે ઘરે તિરંગા લગાવવા માટે સમજાવવામાં આવશે. પ્રથમ તબક્કામાં સુરતની એજન્સી પાસેથી જથ્થાબંધ 80 હજાર જેટલા તિરંગા ઝંડા ખરીદવામાં આવશે. જેનુ કોર્પોરેશન દ્વારા વોર્ડ વાઈઝ વેચાણ કરાશે. મોટા ઝંડાન 30 રૂપિયા અને નાના ઝંડા 18 રૂપિયા લેખે વેચાણ કરવામાં આવશે.

જેના ખર્ચને સ્ટેન્ડિંગ કમિટીમાં આજે મંજૂરી આપવામાં આવી હતી. તદુપરાંત રોડ સહિતના રૂ.14.43 લાખના વિકાસ કાર્યોને પણ મંજૂરી આપવામાં આવી હતી. કમિટીમાં 56 કાર્યો ઉપરાંત અધ્યક્ષસ્થાનેથી વિજયનગરમાં શિવ કોર્પોરેશનને દત્તક આપેલું સર્કલ પરત લઇ રામ મંત્ર મંદિર ટ્રસ્ટને પાંચ વર્ષ માટે દત્તક આપવાનો નિર્ણય કર્યો હતો. ચર્ચા દરમિયાન ચેરમેન અને સભ્યોએ શહેરના બિસ્માર બનેલા રોડ બાબતે તંત્રના કાન આમળ્યા હતા. તેમજ આગામી દિવસોમાં વરાપ નીકળે ત્યારે તાત્કાલિક પેચવર્ક કરી રોડ રીપેરીંગ કરવા પણ સુચના આપવામાં આવી હતી.

ચૂંટણી આવે છે 107 કરોડના આયોજનો કરો
ભાવનગર કોર્પોરેશન દ્વારા નાણાપંચની ગ્રાન્ટ અંતર્ગત 107 કરોડની દરખાસ્ત રાજ્ય સરકારમાં મોકલવામાં આવી છે. આગામી દિવસોમાં તે મંજૂર થઇને પણ આવશે. તે પૈકી 80 % તો રોડ માટે જ ફાળવવામાં આવશે. ત્યારે કોર્પોરેશનના અધિકારીઓને સરકારમાં કરવામાં આવેલી દરખાસ્ત મંજૂર થઈ આવે તે પૂર્વે જ તમામ રકમના આયોજન અને એસ્ટીમેન્ટ કરવા માટે સુચના આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...