બેઠક:આજે કોર્પોરેશનની સભા, ગૃહમાં સોશ્યલ ડિસ્ટન્સનો વિવાદ

ભાવનગર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સોશિયલ ડિસ્ટન્સ સાથે બેઠકની કુલ 46 ક્ષમતા, સભ્યો 51, અધિકારીઓ 30

કોરોના વાયરસ અન્વયે સોશિયલ ડસ્ટન્સ જળવાઈ રહે તે માટે કોર્પોરેશનની ગત સાધારણ સભા પણ મુલત્વી રાખી આવતીકાલે શનિવારે બોલાવશે પરંતુ સાધારણ સભાગૃહની બેઠક ક્ષમતા અંદાજે 135 થી 140 ની છે. પરંતુ જો સોશિયલ ડિસ્ટન્સ જાળવીને બેસાડવામાં આવે તો માત્ર  45 થી 50 નો જ સમાવેશ સભાગૃહમાં થઈ શકે. ભાજપ અને કોંગ્રેસના મળી કુલ હાલમાં 51 નગરસેવકો છે. અને વિભાગીય અધિકારીઓ 30 જેટલા છે. આવી પરિસ્થિતિમાં સોશિયલ  ડિસ્ટન્સ જાળવી તમામની ઉપસ્થિતિમાં સાધારણ સભા બોલાવવી અશક્ય છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસે સમજુતીથી પોતાના સભ્યો બોલાવી સોશિયલ ડિસ્ટન્સ જાળવી શકાશે. જોકે, અધિકારીઓમાં તો માત્ર નિયંત્રણ અધિકારી જ આવી શકશે.

અન્ય સમાચારો પણ છે...