તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભાવનગર મહાનગરપાલિકાની 2015ની ચૂંટણી તુલનામાં આ વખતે મતદારોની સંખ્યામાં 66,208 મતદારોનો નોંધપાત્ર વધારો થયો છે. ગત 2015ના વર્ષમાં ભાવનગરમાં યોજાયેલી મહાનગર પાલિકાની ચૂંટણીમાં કુલ મતદારોની સંખ્યા 4,58,799 હજી તેમાં આ વખતે 66,208 મતદારોના વધારા સાથે મતદારો ની કુલ સંખ્યા 5,25,007 થઈ ગઈ છે. 2015ના વર્ષમાં ભાવનગર મહાનગરપાલિકાના ૧૩ વોર્ડની ૧૮ બેઠકો માટે પુરૂષ મતદારોની કુલ સંખ્યા 2,37,113 હતી તેમાં આ વખતની ચૂંટણીમાં 33,653 મતદારોના વધારા સાથે મતદારો ની કુલ સંખ્યા 2,70,766 થઈ ગઈ છે.
જ્યારે મહિલા મતદારોમાં 2015 ની ચૂંટણીમાં કુલ સંખ્યા 2,21,686 હતી તો તેમાં આ વખતે 32,526 મહિલા મતદારોના વધારા સાથે કુલ સંખ્યા 2,54,212 થઈ ગઈ છે. 21મી ફેબ્રુઆરીના રવિવારે મતદાન થવાનું છે ત્યારે 13 વોર્ડમાં સૌથી વધુ મતદારો વોર્ડ નંબર 4, કરચલીયા પરામાં 46,794 છે. જ્યારે સૌથી ઓછા મતદારો વડવા અ વોર્ડમાં 31,633 છે. આ વખતે મહિલા અને પુરુષ સિવાયના અન્ય મતદારો 29 નોંધાયા છે. અન્ય મતદારોમાં વ્યંડળ આવે છે ને વોર્ડ નંબર સાત તખ્તેશ્વરમાં તેની સૌથી વધુ 15 સંખ્યા છે. વડવામાં વ્યંડળ મતદારની સંખ્યા નવની છે.
ક.પરા વોર્ડમાં સૌથી વધુ મહિલા મતદાર
ભાવનગર શહેરના તેર વોર્ડ પૈકી સૌથી વધુ મહિલા મતદારો કરચલીયા પરા વોર્ડમાં નોંધાયા છે. આ વોર્ડમાં મહિલા મતદારોની કુલ સંખ્યા 23,098 નોંધાઇ છે જે સમગ્ર શહેરમાં સૌથી વધુ છે. જ્યારે સૌથી ઓછા મહિલા મતદારો વોર્ડ નંબર 2 કુંભારવાડામાં 15,493 નોંધાયા છે.
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.