ભાવનગર કોર્પોરેશન દ્વારા હાલમાં જાહેર કરેલી ઘરવેરાની રીબેટ યોજનાનો મહત્તમ લોકો લાભ લઈ રહ્યા છે જ્યારે સરકારી કચેરીઓ પણ તેમાંથી બાકાત નથી રહેતી જેને કારણે આજે બુધવારે એક જ દિવસમાં 9 કરોડ થી પણ વધુ વેરાની આવક થઇ છે. કોર્પોરેશનના ઇતિહાસમાં એક જ દિવસમાં નવ કરોડ થી પણ વધુ મિલકત વેરાની આવક થઈ હોય તેવો પ્રથમ બનાવ છે.n ભાવનગર કોર્પોરેશન દ્વારા હાલમાં નવા નાણાકીય વર્ષ 2022-23ના મિલકત વેરાની વસુલાતની કામગીરી શરૂ છે.
એપ્રિલ મહિનામાં 10 ટકા અને ઓનલાઈન 2 ટકા રીબેટ મળવાપાત્ર છે. જેથી વધુ ને વધુ લોકો રિબેટનો લાભ લેવા માટે મિલકત વેરાની ભરપાઈ કરી રહ્યા છે. એપ્રિલ મહિનામાં આજ સુધી 90,000 કરદાતાઓએ રૂ.57.50 કરોડનો વેરો ભરપાઇ કર્યો છે. જેમાં કરદાતાઓને રૂ.3.75 કરોડના રિબેટનો લાભ મળ્યો છે. જ્યારે આજે તા. 27 મી એપ્રિલના રોજ 5250 કરદાતાઓએ 9 કરોડ થી પણ વધુ રકમનો વેરો ભરપાઇ કર્યો છે. એક જ દિવસમાં નવ કરોડ જેટલી મોટી રકમનો વેરો ભરાયો હોય તેવો કોર્પોરેશનના ઇતિહાસમાં પ્રથમ કિસ્સો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે 26મી માર્ચ 2021ના રોજ આઠ કરોડની વેરાની આવક કોર્પોરેશનને એક જ દિવસમાં થઇ હતી. જે પૈકી સવા છ કરોડ એરપોર્ટ ઓથોરિટીના બાકી વેરા ભરપાઇ કરતા આવક થઇ હતી. એપ્રિલ મહિનાના 10 ટકા રીબેટ માટે ગણતરીના દિવસો જ બાકી હોવાથી વેરો ભરવા ભારે ધસારો થઈ રહ્યો છે.
એક જ દિવસમાં કંઇ સરકારી કચેરીએ વેરો ભર્યો ?
એરપોર્ટ ઓથોરિટી રૂ.2.75 કરોડ, સમરસ હોસ્ટેલ રૂ.2 કરોડ,બીપીટીઆઈ રૂ.40 લાખ ,શાંતિલાલ શાહ એન્જિનિયરિંગ કોલેજ રૂ.30 લાખ, ઔદ્યોગિક અદાલત રૂ.7 લાખ, એસ.બી.આઈ. રૂ.6 લાખ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.