તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુકાની વગર કોંગ્રેસ કરશે સભામાં વિરોધ:કોર્પો. દ્વારા મિલકત વેરામાં એપ્રિલમાં 10% રિબેટ અપાશે : મે માસમાં 5 %

ભાવનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • કોરોના કાળમાં બંધ કરાયેલી સેનેટાઈઝની કામગીરી અને અધુરા રિંગ રોડ માટે કોંગ્રેસ તંત્રના કાન આમળશે

ભાવનગર કોર્પોરેશનની આવતી કાલ તારીખ 31મી માર્ચના રોજ મળનારી સાધારણ સભામાં મિલકત વેરામાં રીબેટ યોજના, જૂની કર પદ્ધતિમાં રાહત, વેરાના દર યથાવત્ રાખવા અને જુદી જુદી 9 કમિટીઓની રચના કરવામાં આવશે પરંતુ સુકાની વગરના વિરોધ પક્ષ દ્વારા કોરોના કાળમાં બંધ કરેલા સેનેટાઈઝની કામગીરી બાબતે તંત્રના કાન અામળશે.

એપ્રિલ માસમાં વેરામાં 10 ટકા રિબેટ અપાશે જ્યારે મે માસમાં 5 ટકા રિબેટ મળશે આ ઉપરાંત ઓનલાઈન વેરો ભરનારાને 1 ટકો વધારે રાહત મળશે.આવતીકાલ તારીખ 31મી માર્ચના રોજ પ્રથમ સાધારણ સભા યોજાશે. જેમાં મિલકતવેરામાં રિબેટ અને રાહત સહિત 24 કાર્યોનો ચર્ચા વિચારણા કરી નિર્ણય કરવામાં આવશે. તદુપરાંત જુદી જુદી ખાસ નવ કમિટીઓની ચૂંટણી યોજાશે પરંતુ વિરોધ પક્ષમાં આઠ સભ્યો જ હોવાથી કમિટીમાં સર્વાનુમતે ભાજપના સભ્યોની કમિટી બનશે.

પ્રદેશ ભાજપ દ્વારા નિર્ણીત કરેલી કમિટી અને તેના ચેરમેન જાહેર કરવામાં આવશે.વિરોધ પક્ષના સભ્ય જયદીપસિંહ ગોહિલ દ્વારા ભાવનગર શહેરમાં કોરોનાના કેસ વધવા છતાં પોઝિટિવ આવેલા દર્દીઓના રહેઠાણ અને તેના આસપાસના વિસ્તારમાં ક્યા કારણોસર સેનેટાઇઝ કરવામાં નહિ આવતું હોવાનો પ્રશ્ન પૂછાશે. જ્યારે ભરતભાઈ બુધેલીયા દ્વારા રીંગરોડના અધુરા કામ સંદર્ભે તંત્રની નબળાઈ છતી કરવાનો પ્રયાસ કરાશે.

કમિટીમાં ચેરમેન માટે 4 સિનિયર રહ્યા, આજે આવશે પ્રદેશમાંથી નામનું કવર
ભાવનગર મહાનગરપાલિકાની આવતીકાલે તા.31મી માર્ચના રોજ મળનારી સાધારણ સભામાં જુદી જુદી ખાસ નવી કમિટિઓની રચના કરવામાં આવશે. જેમાં ભાજપના સિનિયર સભ્યોને અગત્યની કમિટીમાં ચેરમેન પદ મળવાની પૂરી શક્યતા છે. સિનિયરો પૈકી મોટાભાગના સભ્યોને મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, ડેપ્યુટી મેયર, દંડક અને સ્ટેન્ડિંગ કમિટીમાં સમાવેશ કરાયો છે જેથી તેઓની બાદબાકી થશે. હવે માત્ર ચાર સિનિયર સભ્યો રાજુભાઈ રાબડીયા, રાજુભાઈ પંડ્યા, પરેશભાઈ પંડ્યા અને વર્ષાબા પરમાર રહ્યા છે. યુવરાજસિંહ ગોહિલ ગત ટર્મમાં સ્ટેન્ડિંગ ચેરમેન હોવાથી નીચેની કમિટીમાં ચેરમેન પદ આપવાની શક્યતા નહિવત છે. આવતીકાલે પ્રદેશ ભાજપમાંથી કમિટીના સભ્યોના નામનું કવર આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો