આઝાદી કા અમૃત મહોત્સવ:કોર્પો. દ્વારા સ્વચ્છ ઇનોવેટિવ ટેકનોલોજી ચેલેન્જ યોજાશે

ભાવનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આવતા વર્ષે શહેર સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ આવે તે માટે મહત્તમ લોકોને જોડાવા હાકલ

ભારત સરકાર દ્વારા આઝાદી નાં 75 વર્ષ અને ભારત નાં વિકાસ ની સિદ્ધિ નાં ભગરોએ "આઝાદી કા અમૃત મહોત્સવ’નું આયોજન કરવામાં આવેલ છે. આવાસન અને શહેરીકરણ બાબતો નાં કાર્ય મંત્રાલય ભારત સરકાર દ્વારા તા. 27 સપ્ટેમ્બર નાં રોજ ODF+, ODF ++, WATER +, સ્ટાર રેટિંગ અને પ્રેરક દોર સર્ટિફિકેટ જેવા વિવિધ મુદ્દાઓનો સમાવેશ કરી ‘સ્વચ્છ સર્વેક્ષણ-2022’ની મહત્વકાંક્ષી શરૂઆત કરવામાં આવી છે.

શહેર નાં નાગરિકો માં સ્વચ્છતા જાળવવા માટે સ્વચ્છ ઇનોવેટિવ ટેકનોલોજી ચેલેન્જ અંતર્ગત ઘન અને પ્રવાહી કચરા નું મેનેજમેન્ટ, વેસ્ટ માંથી બેસ્ટ, રેડ્યુઝ, રિયુઝ, રીસાયકલ વેસ્ટ, આઇ.ઇ.સી અને બિહેવિયર ચેન્જ, કમ્યુનિટી એંગેજમેંટ જેવા વિષયો પર સ્પર્ધા નું આયોજન કરવામાં આવશે. જેમાં શહેરીજનો, એન.જી. ઓ, એસ. એચ.જી., સંસ્થાઓ વગેરે ભાગ લઈ શકશે. થીમ આધારિત માહિતી અને ફોટોગ્રાફ તા. 30 નવેમ્બર પહેલાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ નાં ઇમેઇલ આઇ.ડી. swmexnbmc@gmail.com પર અથવા 8866715977 પર ફોન કરી જમા કરાવવાની રહેશે. શ્રેષ્ઠ ત્રણ કૃતિઓને મહાનગરપાલિકા દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...