વિશ્વ પર્યાવણ દિવસની ઉજવણી:કોર્પો.એ 13 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કર્યો

ભાવનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પર્યાવરણ દિને કાપડની થેલીઓનું વિતરણ
  • સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા જોગર્સ પાર્કમાં સઘન સફાઇ ઝુંબેશ હાથ ધરવામાં આવી

આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે ભાવનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા વિવિધ કાર્યક્રમો ની ઉજવણી કરી અને લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવી હતી. શહેરના જુદા જુદા વિસ્તારમાં શહેરીજનોને પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગનો ઉપયોગ કરવાને બદલે કાપડની થેલીનો ઉપયોગ કરે તે માટે કાપડની થેલી ની વિતરણ કરીને લોકોમાં જાગૃતિ કેળવવામાં આવી હતી. આ ઉપરાંત અન્ય કાર્યક્રમો પણ યોજાયા હતા.

વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે ભાવનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના અને વેચનારા કુલ બાર આસામીઓ પાસેથી 13 કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો અને કુલ રૂપિયા 10,750નો દંડ વસૂલવામાં આવ્યો હતો.

આ ઉપરાંત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ અને રોટરી ક્લબ ભાવનગર ના સંયુક્ત ઉપક્રમે પર્યાવરણ દિનની ઉજવણી નિમિત્તે શહેરના આતાભાઇ ચોક વિસ્તારમાં આવેલા જોગર્સ પાર્કમાં પ્લાસ્ટિક વીણવાની કામગીરી કરીને પાર્કની સઘન સફાઇ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...