કોંગ્રેસની ન્યાય યાત્રા:મુંખ્યમંત્રી કે મંત્રીમંડળ બદલવાથી કોરોનાથી થયેલા મોતનો સાચો આંકડો નહીં બદલાઈઃ પ્રતાપ દૂધાત

ભાવનગર4 મહિનો પહેલા
  • ભાવનગરમાં ન્યાય યાત્રા દરમિયાન સાવરકુંડલાના ધારાસભ્યએ સરકારને આડેહાથ લીધી
  • કોંગ્રેસ દ્વારા યોજવામાં આવેલી ન્યાય યાત્રા દરમિયાન સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી

સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દૂધાત કોંગ્રેસની ન્યાય યાત્રા અંતર્ગત ભાવનગર જિલ્લાની મુલાકાતે આવ્યાં છે અને કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારોને મળી સાંત્વના પાઠવવા સાથે ન્યાય માટે ફોર્મ ભરાવડાવી રહ્યાં છે. આ યાત્રા અન્વયે શહેરના સર્કિટ હાઉસ ખાતે એક પત્રકાર પરિષદ સંબોધિ હતી. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દૂધાતે જણાવ્યું હતું કે, રાજ્યમાં કોવિડ મહામારીમાં મોતને ભેટેલા નિર્દોષ લોકોના મૃત્યુનો આંકડો સરકાર છુપાવી રહી છે. સરકારે પોતાની નીષ્ફળતા છુપાવવા મુખ્યમંત્રી સહિત સમગ્ર મંત્રીમંડળ બદલી નાખ્યું છે, પરંતું સરકાર બદલી નાખવાથી સાચો આંકડો બદલાઈ નહીં જાય. કોરોના મહામારીમાં મોતને ભેટેલા લોકોના સ્વજનોને ન્યાય આપાવવા માટે કોગ્રેસ દ્વારા ન્યાય યાત્રા યોજી છે.

ધારાસભ્યને પણ આંકડાની ખબર નથી

આ ન્યાય યાત્રા સંદર્ભેમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં ધારાસભ્ય પ્રતાપ દૂધાતને ભાવનગરમાં અત્યાર સુધીમાં કેટલા ફોર્મ ભરાયા અને તેમાં કોરોનાથી કેટલાના મોત થયા તે વિશે સવાલ પૂછવામાં આવતા તેઓને પણ આંકડાની ખબર ન હતી.

સરકાર પર કર્યો આક્ષેપસાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દૂધાત કોંગ્રેસની ન્યાય યાત્રા અંતર્ગત ભાવનગર જિલ્લાની મુલાકાતે આવ્યાં છે અને કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારોને મળી સાંત્વના પાઠવવા સાથે ન્યાય માટે ફોર્મ ભરાવડાવી રહ્યાં છે. આ યાત્રા અન્વયે શહેરના સર્કિટ હાઉસ ખાતે એક પત્રકાર પરિષદ સંબોધિ હતી. જેમાં ધારાસભ્ય દૂધાતે કેન્દ્ર તથા રાજ્ય સરકારને આડે હાથ લીધી હતી અને એવો આક્ષેપ કર્યો હતો કે, સરકારની નિષ્ફળતા છુપાવવા મુખ્યમંત્રી સહિત સમગ્ર સરકારનું મંત્રીમંડળ બદલાવી નાખ્યું છે, પરંતુ ચહેરા બદલવાથી સચ્ચાઈ બદલાતી નથી.

ધારાસભ્ય પ્રતાપ દૂધાતે વધુમાં જણાવ્યું કે, કોરોનામાં રાજ્યભરમા ત્રણ લાખ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો છે. સરકાર આ વાસ્તવિકતા છુપાવે છે આથી કોગ્રેસ દ્વારા આ ભ્રષ્ટાચાર પરથી પડદો ઉચકવા અને મૃતકોના પરિવારોને ન્યાય મળે આર્થિક વળતર મળે તે માટે સમગ્ર રાજ્યમાં "ન્યાય યાત્રા" યોજી છે. બે અઠવાડિયા સુધીમાં કોંગ્રેસ દ્વારા ઘરે ઘરે જઇ ફોર્મ ભરવામાં આવી રહ્યા છે. જોકે, કેટલા ફોર્મ ભરાયા તેની ધારાસભ્યને ખબર જ નથી.

કોરોનામાં મૃત્યું પામેલા પરિવારોને આર્થિક વળતર ન મળે ત્યા સુધી યાત્રા અકબંધ

કોરોના મહામારીના સમયમાં પણ કોંગ્રેસ પ્રજા સાથે હતી અને આજે પણ છે. કોરોનામાં મૃત્યુ થયેલા લોકોના પરિવારોને રૂપિયા ચાર લાખનું આર્થિક વળતર ન મળે ત્યાં સુધી કોંગ્રેસ આ યાત્રા અકબંધ રાખશે અને જરૂર જણાયે સુપ્રિમકોર્ટના દરવાજા ખખડાવશે. આ ઉપરાંત આગામી 2022ની ચૂંટણી તથા અન્ય બાબતો અંગે મીડિયાનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...