તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:ભાવનગર જિલ્લામાં કોરોનાના વળતા પાણી, આજે એકપણ કેસ નહીં

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 28 થઈ

ભાવનગર જિલ્લામાં આજે કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી.જિલ્લામાં કોરોના કેસમાં એકપણ ન નોંધાતા જિલ્લાવાસીઓ રાહતનો શ્વાસ લીધો હતો, જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 21 હજાર 394 થવા પામી છે. જેમા ભાવનગર શહેરી અને જિલ્લામાં એકપણ કેસ કોરોનાનો નોંધાયો નથી

ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 6 અને તાલુકાઓમાં 1 કેસ મળી કુલ 7 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમાં રહેવા માટે હોસ્પિટમાંથી રજા આપવામાં આવી હતી.

આ દર્દીઓએ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ સાત દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમાં રહેવાનું રહેશે. આમ જિલ્લામાં નોંધાયેલા 21 હજાર 394 કેસ પૈકી હાલ 28 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામાં 295 દર્દીઓનું અવસાન થયેલુ છે.

અન્ય સમાચારો પણ છે...