તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના:મે માસમાં કોરોનાની રેકોર્ડબ્રેક ચડઉતર, 02 મે 658 કેસ, 31 મે 22 કેસ

ભાવનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જિલ્લામાં મે માસમાં 7979 પોઝિટિવ કેસ મળ્યા તેની સામે 10,660 દર્દીઓ કોરોનામુક્ત
  • જિલ્લામાં મે માસના આરંભે 3427 એક્ટિવ દર્દી હતા તે અંતે ઘટીને 602 થઇ ગયા

ગઇ કાલે પૂર્ણ થયેલા મે માસમાં ભાવનગર શહેર-જિલ્લામાં કોરોનાની કેસની રેકોર્ડબ્રેક ચડઉતર જોવા મળી. તા.2 મેના રોજ એક જ દિવસમાં ઓલ ટાઈમ હાઇ 658 પોઝિટિવ કેસ નોંધાયા તો ગઇ કાલે મે ના અંતિમ દિવસે પોઝિટિવ કેસની સંખ્યા ઘટીને 22 ગઇ હતી. માત્ર 29 દિવસના સમયગાળા દરમિયાન દૈનિક મળતા કેસમાં 636 કેસનો ઘટાડો થયો. તે પણ એક વિક્રમ છે. કોરોનાની બીજી લહેર હવે કુણી પડી ગઇ છે. ત્યારે દિન-પ્રતિદિન કોરોનાના પોઝિટિવ કેસ ઘટી રહ્યાં છે.

સમગ્ર મે માસમાં ભાવનગર શહેર-જિલ્લામાં કુલ 7979 પોઝિટિવ કેસ નોંધાયા હતા જો કે તેની સામે એક માસમાં વિક્રમી 10,660 દર્દીઓ કોરોનામુક્ત થયા હતા. એટલે કે એક માસમાં જેટલા નવા કેસ મળ્યા તેનાથી 2661 દર્દીઓ કોરોનામાંથી સાજા થઇ જતા એક્ટિવ દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. મે માસના આરંભે સમગ્ર જિલ્લામાં એક્ટિવ દર્દીઓની સંખ્યા 3427 હતી તે મે માસના અંતે ઘટીને 302 થઇ ગઇ.

ફેબ્રુઆરીમાં રોજના 4 કેસ, મે માસમાં 257 થયા

માસપોઝિટિવરોજના કેસ
ઓક્ટોબર600 કેસ19.35 કેસ
નવેમ્બર439 કેસ14.63 કેસ
ડિસેમ્બર619 કેસ19.97 કેસ
જાન્યુઆરી218 કેસ7.03 કેસ
ફેબ્રુઆરી118 કેસ4.21 કેસ
માર્ચ752 કેસ24.26 કેસ
અેપ્રિલ6285 કેસ209.5 કેસ
મે7979 કેસ257.4 કેસ

નવા કેસની તુલનામાં 33 ટકા વધુ દર્દી સાજા થયા
જિલ્લામાં મે માસ દરમિયાન કુલ પોઝિટિવ કેસ 7979 મળ્યા તેની સામે સમગ્ર જિલ્લામાં 10,660 દર્દીઓએ કોરોના સામે જંગ જીતી સાજા થઇ જતા નવા પોઝિટિવ કેસ મળે તેનાથી 33.6 ટકા દર્દીઓ સાજા થઇ જતા હોસ્પિટલોમાં કોરોનાના બેડ ખાલી થઇ રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...