તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાની વકરતી સ્થિતિ:કોરોનાના રેકર્ડબ્રેક 128 કેસ, મહિલાઓમાં કોરોનાની ઝડપ ભયજનક

ભાવનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • માત્ર 13 જ દિવસમાં 1119 પોઝિટિવ કેસ, 44 દિવસમાં 1865 પોઝિટિવ કેસ વધ્યા

ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોના ભયાવહ ઝડપે આગળ વધી રહ્યો છે ત્યારે આજે વધુ એક રેકર્ડ સર્જાયો છે જેમાં છેલ્લાં 24 કલાકમાં 128 પોઝિટિવ કેસ નોંધાયા છે જેથી દર કલાકે 5થી વધુ કોરોનાના કેસ ઉમેરાઇ રહ્યાં છે. ભાવનગર શહેરમાં ખાસ ચિંતાજનક બાબત એ છે કે હવે પુરૂષ અને મહિલા લગોલગ આવી રહી છે. આજે શહેરમાં 81 પોઝિટિવ કેસ નોંધાયા તેમાં 45 પુરૂષ અને 36 મહિલાનો સમાવેશ થાય છે.

ભાવનગર શહેરમાં આજે 81 પોઝિટિવ કેસ નોંધાયા છે તેમાં 45 પુરૂષ અને 36 મહિલાનો સમાવેશ થાય છે. જ્યારે 43 દર્દીઓ કોરોનામુક્ત થયા છે જેમાં 25 પુરૂષ અને 18 મહિલાનો સમાવેશ થાય છે. ભાવનગર શહેરમાં આજ સુધીમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 5459 થઇ ગઇ છે તેની સામે કોરનામુક્ત થયેલા દર્દીની સંખ્યા 4728 હોય રિકવરી રેઇટ 86.61 ટકા થઇ ગયો છે.

ભાવનગર જિલ્લામાં માત્ર 13 જ દિવસમાં કોરોનાના 1119 પોઝિટિવ કેસ વધ્યા છે અને 1 માર્ચ,2021થી શરૂ કરીને છેલ્લાં 44 દિવસમાં 1865 પોઝિટિવ કેસ વધી ગયા છે. ભાવનગર તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ આજે 47 પોઝિટિવ કેસ નોંધાયા હતા જે ગ્રામ્ય કક્ષાએ એક દિવસમાં મળેલા કેસનો વિક્રમ છે. આજે 7 દર્દીઓ કોરોનામુક્ત થયા હતા. તાલુકા-ગ્રામ્ય કક્ષાએ આજ સુધીમાં કુલ 2588 કેસ નોંધાયા છે અને તેમાં 2316 દર્દીઓ કોરોનામુક્ત થયા છે. સમગ્ર જિલ્લામાં કુલ 927 એક્ટિવ દર્દી સારવારમાં છે. જ્યારે વલભીપુરમાં પંથકમાં કોરોનાના 10 પોઝિટિવ કેસ નોંધાયા હતા.

મહિલાનો હિસ્સો 36 ટકા હતો તે 45 ટકા થયો
કોરોનાનો રોગચાળો શરૂ થયા બાદ એક વર્ષ સુધી પુરૂષ અને મહિલાના પોઝિટિવ કેસમાં દર 100 કેસ મળે તેમાં પુરુષના 61 અને મહિલાના 39 કેસની સરેરાશ રહેતી પણ હવે આ સરેરાશ ભાંગવા લાગી છે અને બીજી લહેરમાં આ વાયરસે મહિલાઓને ઝપટમાં લીધો હોય તેમ આજે 81 કેસ મળ્યા તેમાં 36 કેસ મળતા હવે આ ટકાવારી વધીને 45 ટકા થઇ ગઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો