તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:ભાવનગરમાં કોરોનાનો કહેર યથાવત, આજે જિલ્લામા 90 કોરોના પોઝિટિવ કેસ,જયારે એક નું મોત

ભાવનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જિલ્લામાં હાલ 628 દર્દીઓ સારવાર હેઠળ

ભાવનગર જિલ્લામા આજરોજ 79 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 7,433 થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમાં 48 પુરૂષ અને 18 સ્ત્રી મળી કુલ 66 લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જયારે શહેરના કુંભારવાડામાં રહેતી 36 વર્ષીય મહિલાનું મોત થયું,

જ્યારે તાલુકાઓમાં મહુવા ખાતે -5, ભાવનગર ગ્રામ્ય - 4, જેસર ખાતે -1, પાલીતાણા ખાતે -1, વલ્લભીપુર ખાતે - 1, ઘોઘા ખાતે - 2, પાલીતાણા ખાતે - , તળાજા ખાતે - 3, ઉમરાળા ખાતે - 4, ગારીયાધાર ખાતે -1, તેમજ સિહોર ખાતે - 2, મળી કુલ 24 લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.

જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા 29 અને તાલુકાઓમાં 12 કેસ મળી કુલ 41 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ 7 દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.

આમ જિલ્લામા નોંધાયેલા 7,433 કેસ પૈકી હાલ 628 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામા આજદિન સુધીમાં 74 દર્દીઓના અવસાન થયેલ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો