તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:ભાવનગરમાં કોરોનાનો કહેર યથાવત, આજે જિલ્લામા 79 કોરોના પોઝિટિવ કેસ, 1 મોત

ભાવનગર5 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 531 થઈ

ભાવનગર જિલ્લામા આજરોજ 79 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 7,249 થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમાં 37 પુરૂષ અને 23 સ્ત્રી મળી કુલ 60 લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જયારે શહેરના નવી પોલીસ લાઈનમાં વિદ્યાનગરમાં રહેતા 53 વર્ષીય પુરુષનું મોત થયું,

જ્યારે તાલુકાઓમાં પાલીતાણા ખાતે , વલ્લભીપુર ખાતે - 1, ઘોઘા ખાતે - 2, પાલીતાણા ખાતે - 6, તળાજા ખાતે - 4, ઉમરાળા ખાતે - 3 તેમજ સિહોર ખાતે - 3 મળી કુલ 19 લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.

જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા 23 અને તાલુકાઓમાં 17 કેસ મળી કુલ 40 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ 7 દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.

આમ જિલ્લામા નોંધાયેલા 7,249 કેસ પૈકી હાલ 531 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામા આજદિન સુધીમાં 73 દર્દીઓના અવસાન થયેલ છે.

ભાવનગર મનપા 13 સ્થલો પર RTPCR ટેસ્ટ કરશેભાવનગર મહાનગરપાલિકા ના આરોગ્ય વિભાગ દ્વારા ભાવનગરમાં વધતા કોરોનાના કેસો ને લઈ બહારગામ જતા લોકોમાટે RTPCR ટેસ્ટ કરાવવા માટે એક જ જગ્યાએ થતો હતો. જેને દિવ્ય ભાસ્કર ડિજિટલના માધ્યમ થી સવારે પ્રસારિત કરતા સાંજે સફાળું તંત્ર ભાનમાં આવ્યું અને બીજા 13 જગ્યાએ આવતીકાલ થી ટેસ્ટ કરવાની જાહેરાત કરવામા આવી છે.

જેમાં આખલોલ જકાતનાકા, નવા-કુંભારવાડા, કુંભારવાડા, બોરતળાવ કરચલીયાપરા, ભીલવાડા સર્કલ, વોશિંગઘાટ, આણંદનગર, શિવાજીસર્કલ(તરસમીયા) સુભાષનગર, વડવા-અ, કાળીયાબીડ, ભરતનગર સહિતના વિસ્તારોમાં આર.ટી.પી.સી.આર ટેસ્ટ વિનામૂલ્યે તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે.

કોરોનાની સારવાર માટે વધુ 2 હોસ્પિટલને મંજૂરી આપવામા આવીકોરોનાનું સંક્રમણ રાજ્યમાં ધીમે ધીમે વધી રહ્યું છે તેને ધ્યાનમાં રાખીને ભાવનગર શહેર-જિલ્લામાં અગમચેતી રૂપે કોરોનાના કેસના પ્રમાણમાં જરૂરી બેડ ઉપલબ્ધ બને તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હનુમંત હોસ્પિટલ, મહુવાની કોરોનાના 30 બેડ વધારવાની મંજૂરી સંદર્ભે જરૂર જણાય તો બેડ વધારવાની પરવાનગી સાથે કોવિડ-19 હોસ્પિટલ તરીકે ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે.

તેવી જ રીતે નિલકંઠ આરોગ્યધામ, તળાજાને પણ આરોગ્ય વિભાગની જોગવાઈઓ મુજબ કોવિડ-19 હોસ્પિટલ તરીકે ચલાવવાની મંજૂરી આઇસોલેશન અને સારવાર માટે આપવામાં આવી છે. તળાજાને ને 14 બેડ વધારવાની પરવાનગી સાથે કોવિડ-19 હોસ્પિટલ ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે.

ઉપરોક્ત હોસ્પિટલોમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની જોગવાઈઓ મુજબ નિર્ધારિત કરેલ દરે સારવાર આપવામાં આવશે. જેમાં વોર્ડના રૂપિયા 6000, એચડીયુ ના રૂપિયા 8500, આઈસોલાશન પલ્સ આઇસીયું -રૂપિયા 14,000 તથા વેન્ટિલેટર પલ્સ આઈસોલાશન પલ્સ આઇસીયું -રૂપિયા - 19,000 તેનાથી વધુ દર લઇ શકાશે નહીં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો