તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સંક્રમણ:ભાવનગરમાં કોરોનાનો કહેર યથાવત, આજે નવા 48 કેસ નોંધાયા, 30 દર્દી ડીસ્ચાર્જ થયા

ભાવનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
 • જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 358 પર પહોંચી
 • દિવ્યાંગ વ્યકિતનું ઘરઆંગણે વેક્સિનેશન કરાશે

ભાવનગર જિલ્લામા આજરોજ 45 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 6,879 થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમાં 25 પુરૂષ અને 13 સ્ત્રી મળી કુલ 38 લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં સિહોર ખાતે 3, તળાજા ખાતે 2, વલ્લભીપુર ખાતે 2, ઉમરાળા ખાતે 1, પાલીતાણા ખાતે 1તેમજ ઘોઘા ખાતે 1 કેસ મળી કુલ 10 લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.

જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા 19 અને તાલુકાઓમાં 11 કેસ મળી કુલ 30 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ 7 દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.

આમ જિલ્લામા નોંધાયેલા 6,879 કેસ પૈકી હાલ 358 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામા 70 દર્દીઓનુ અવસાન થયેલ છે.

શહેરના વડીલો તથા દિવ્યાંગજનોને ઘરઆંગણે વેક્સિનેશનની સુવિધા

કોરોના મહામારીના કપરા કાળમાં ભાવનગર શહેરમાં વસતા 60 વર્ષ કે તેથી વધુની વયના સિનિયર સિટિઝન્સ તેમજ દિવ્યાંગજનોને મદદરૂપ થવા અને કોરોના મહામારીને નિયંત્રણમાં લાવવા માટે ભાવનગર મહાનગરપાલિકાએ રસીકરણની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે,

જેમા હવેથી 85 વર્ષથી ઉપરના સિનિયર સીટીઝનો તથા દિવ્યાંગોને કોવિડ વેક્સિનેશનની સુવિધા ઘર આંગણે મળી રહે તેવી નવી પહેલ અમલમા આવી છે. શહેરના વરિષ્ઠ નાગરિકો- દિવ્યાંગજનોને ઘર આંગણે કોરોના વેક્સિનેશનની સુવિધાનો લાભ મળે તે માટે તંત્રએ પર્યાપ્ત તૈયારીઓ કરી છે.

કોરોના રોગચાળાને નિયંત્રણમાં લાવવા માટે ભાવનગર શહેરી વિસ્તારમાં વસવાટ કરતા 85 વર્ષથી ઉપરના વયોવૃદ્ધ (સિનિયર સિટીઝન) અને દિવ્યાંગ વ્યક્તિઓને કોવિડ વેક્સિનેશનની સુવિધા ઘર આંગણે મળી રહે તે માટે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કોવિડ-19 સેન્ટર શરૂ કરવામાં આવેલ છે.

કોવિડ-19 સેન્ટર ખાતે જે કોઈપણ લોકો કોવિડ વેક્સિનેશન કરાવવા ઈચ્છતા હોય તેવા સિનિયર સીટીઝન તેમજ દિવ્યાંગ વ્યક્તિઓ માટે ફોન નં. 0278-2430245 પર સંપર્ક કરી રહેઠાણ સ્થળ પર આરોગ્ય ટીમ જઈને કોરોનાની વેક્સિન આપશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો