તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:ભાવનગરમાં કોરોનાનો કહેર યથાવત, આજે 472 નવા કેસ, 10 દર્દીના મોત

ભાવનગર13 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • એક્ટિવ કેસની સંખ્યા 4502 પર પહોંચી
 • આજે 276 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યાં
 • સારા સમાચાર : ગ્રામ્ય કક્ષાએ 81 પોઝિટિવ સામે 83 દર્દી સાજા થયા

ભાવનગર જિલ્લામાં આજરોજ 472 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા હાહાકાર મચી જવા પામ્યો હતો, જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની 15,487 થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં 251 પુરૂષ અને 140 સ્ત્રી મળી કુલ 472 લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જયારે શહેરમાં 5 ના મોત નિપજ્યા છે.

તાલુકાઓમાં જેસર ખાતે 3, મહુવા ખાતે 12, તળાજા ખાતે 2, ભાવનગર ગ્રામ્ય ખાતે 38, ઉમરાળા ખાતે 2, શિહોર ખાતે 19, ગારીયાધાર ખાતે 1 તેમજ ઘોઘા ખાતે 4 કેસ મળી કુલ 81 લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.

જયારે ગ્રામ્ય વિસ્તારમાં 5ના મોત થયા છે. જેમાં ભાવનગરના વરતેજ ગામે 95 વર્ષીય પુરુષનું મોત થયું છે. ગારીયાધારના અર્બન ગામે 35 વર્ષીય પુરુષનું મોત થયું, ઘોઘાના ઘોઘા ગામે 45 વર્ષીય સ્ત્રીનું મોત થયું, તળાજાના ટીમાણા અને સોસિયા ગામે બે 50 વર્ષીય પુરુષનું મોત થયું.

જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 193 અને તાલુકાઓમાં 83 કેસ મળી કુલ 276 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમાં રહેવા માટે હોસ્પિટમાંથી રજા આપવામા આવી હતી.

આ દર્દીઓએ હોસ્પિટલામાંથી ડિસ્ચાર્જ થયા બાદ 7 દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે. આમ જિલ્લામા નોંધાયેલા 15,487 કેસ પૈકી હાલ 4,502 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામા અત્યાર સુધીમાં 186 દર્દીઓનું અવસાન થયેલ છે.

એક્ટીવ દર્દીનો આંક 4502 થયો
ભાવનગર શહેરમાં કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓની સંખ્યા 3087 થઇ ગઇ છે જ્યારે તાલુકા-ગ્રામ્ય કક્ષાએ કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીની સંખ્યા 1415 થઇ જતા સમગ્રબ જિલ્લામાં એક્ટિવ દર્દીની સંખ્યા વધીને 4502 થઇ ગઇ છે

ભાવનગર તાલુકામાં સાૈથી વધુ 38 કેસ
આજે જિલ્લાના ભાવનગર તાલુકામાં 38, ઘોઘા તાલુકામાં 4, તળાજા તાલુકામાં2 , મહુવા તાલુકામાં 12, ઉમરાળા તાલુકામાં 2, સિહોર તાલુકામાં 19, જેસર તાલુકામાં 3 તેમજ ગારિયાધાર તાલુકામાં 1 કેસ મળી કુલ 81 લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.

નાનકડા વરતેજમાં 26 પોઝિટિવ
ભાવનગર શહેરને અડીને આવેલા નાના એવા ગામ વરતેજમાં આજે એક સાથે 26 પોઝિટિવ કેસ નોંધાતા આ ગામમાં પૂરતી તકેદારી રાખવા આવશ્યક થઇ ગઇ છે. આજબાુજ કરદેજ સહિતના વિસ્તારોમાં પણ સંક્રમણ વધ્યું છે.

રિકવરી રેઇટ ઘટીને 69.73 ટકા થઇ ગયો
ભાવનગર જિલ્લામાં આજ સુધીમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 15,487 થઇ ગઇ છે તેની સામે હમજ સુધીમાં 10,799 દર્દીઓ સાજા થઇ જતાં સમગ્ર જિલ્લામાં રિકવરી રેઇટ ઘટીને 69.73 ટકા થઇ ગયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો