તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:ભાવનગરમાં કોરોનાનો કહેર યથાવત, આજે નવા 338 કેસ, 4 દર્દીના મોત

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • એક્ટિવ કેસની સંખ્યા 4430 પર પહોંચી
  • આજે 330 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યાં

ભાવનગર જિલ્લામાં આજરોજ 338 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા હાહાકાર મચી જવા પામ્યો હતો, જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની 17,683 થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં 140 પુરૂષ અને 74 સ્ત્રી મળી કુલ 214 લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જયારે શહેરમાં 4 ના મોત નિપજ્યા છે.

તાલુકાઓમાં મહુવા ખાતે 13, તળાજા ખાતે 52, ભાવનગર ગ્રામ્ય ખાતે 24, શિહોર ખાતે 8, પાલીતાણા ખાતે 4, ઉમરાળા ખાતે 7, ગારીયાધાર ખાતે 6 તેમજ ઘોઘા ખાતે 10 કેસ મળી કુલ 124 લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.

જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 288 અને તાલુકાઓમાં 42 કેસ મળી કુલ 330 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમાં રહેવા માટે હોસ્પિટમાંથી રજા આપવામા આવી હતી.

આ દર્દીઓએ હોસ્પિટલામાંથી ડિસ્ચાર્જ થયા બાદ 7 દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે. આમ જિલ્લામા નોંધાયેલા 17,683 કેસ પૈકી હાલ 4,430 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામા અત્યાર સુધીમાં 234 દર્દીઓનું અવસાન થયેલ છે.

અન્ય સમાચારો પણ છે...