તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાના દર્દી ઘટ્યા:એક જ સપ્તાહમાં કોરોનાના કેસમાં સવા ત્રણ ગણો ઘટાડો

ભાવનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • એક માસમાં 4032 એક્ટિવ દર્દી ઘટ્યા
  • રવિવારે નવા 12 કેસ, 24 દર્દી કોરોનામુક્ત
  • જિલ્લામાં ગત સપ્તાહે 508 દર્દીઓ હતા તે આ સપ્તાહે ઘટીને 160 થઇ ગયા

ભાવનગર શહેર અને જિલ્લામાં ગત સપ્તાહમાં સમગ્ર જિલ્લામાં કોરોના પોઝિટિવના કુલ 508 કેસ નોંધાયા હતા તે આ સપ્તાહે ઘટીને 160 થઇ જતાં એક જ સપ્તાહમાં કોરોના પોઝિટિવ કેસમાં સવા ત્રણ ગણો નોંધપાત્ર ઘટાડો થતા હોસ્પિટલો પણ નોંધપાત્ર પ્રમાણમાં ભારણ ઘટ્યું છે. આજે ભાવનગર શહેર-જિલ્લામાં કુલ પોઝિટિવ કેસ 12 નોંધાયા તેની સામે 24 દર્દીઓ કોરોનામુક્ત થયા હતા. ગત તા.5 મેના રોજ સમગ્ર જિલ્લામાં કોરોનામાંથી સાજા થવાનો રિકવરી રેઇટ ઘટીને 69 ટકા થઇ ગયો હતો તે એક માસમાં 27.44 ટકા જેટલો વધીને 96.44 ટકા થઇ ગયો છે.

ભાવનગર શહેરી વિસ્તારમાં 4 પુરૂષ અને 3 મહિલા મળી કુલ 7 લોકોના રિપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે ભાવનગર શહેરમાં આજે 4 દર્દીઓ કોરોનામુક્ત થયા હતા જેમાં 3 પુરૂષ અને 1 મહિલાનો સમાવેશ થાય છે. ભાવનગર તાલુકા-ગ્રામ્ય કક્ષાએ આજે 5 પોઝિટિવ કેસ નોંધાયા હતા જેમાં 4 પુરૂષ અને 1 મહિલાનો સમાવેશ થાય છે. જ્યારે 20 દર્દીઓ કોરોનામુક્ત થયા હતા જેમાં 12 પુરુષ અને 8 મહિલાનો સમાવશે થાય છે. જ્યારે 5 મેના રોજ સમગ્ર જિલ્લામાં કોરોનાના એક્ટિવ દર્દીની સંખ્યા 4501 થઇ ગયેલી તે આજે ઘટીને 469 થઇ જતા એક માસમાં દિવસમાં એક્ટિવ દર્દીની સંખ્યા 4032 ઘટી ગઇ છે.

ભાવનગર તાલુકા-ગ્રામ્યમાં આજુ એક કોરોના પોઝિટિવ દર્દી દર્દીનું સારવાર દરમ્યાન અવસાન થયેલ છે. આમ જિલ્લામા નોંધાયેલા 21,300 કેસ પૈકી હાલ 469 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામાં 291 દર્દીઓનુ અવસાન થયેલ છે.

ગ્રામ્ય કક્ષાએ રિકવરી રેઇટ 94.81 ટકા
ભાવનગર જિલ્લાના ગામડાઓમાં રિકવરી રેઇટ હવે વધવા લાગ્યો છે. તાલુકા-ગ્રામ્ય કક્ષાએ આજ સુધીમાં કોરોના પોઝિટિવના કુલ કેસ 7376 નોંધાયા છે અને તેની સામે આજ સુધીમાં કુલ 6993 દર્દીઓ કોરોના સામે જંગ જીતતા તાલુકા-ગ્રામ્ય કક્ષાએ રિકવરી રેઇટ વધીને 94.81 ટકા થઇ ગયો છે. જે સારા સમાચાર છે. શહેર કક્ષાએ કોરોનામાં રિકવરી રેઈટ 97 ટકાથી વધી ગયો છે.

હોસ્પિટલોમાં કોરોનાના 78.15 ટકા બેડ ખાલી
ભાવનગર શહેર અને જિલ્લામાં હવે માત્ર 469 દર્દીઓ કોરોનાની સારવારમાં હોય હોસ્પિટલોમાં કોરોનાના કુલ 2410 બેડ પૈકી હાલ 1943 બેડ ખાલી છે. એટલે કે 78.15 ટકા બેડ ખાલી અને માત્ર 21.85 ટકા બેડ ભરેલા છે. સરકારી હોસ્પિટલોમાં કુલ 975 પૈકી 247 બેડ ભરેલા અને 728 બેડ ખાલી છે. જ્યારે ખાનગી હોસ્પિટલોમાં કુલ 1435 પૈકી 220 બેડ ભરેલા અને 1215 બેડ ખાલી છે.

એક માસમાં એક્ટિવ દર્દીઓમાં 89.58 ટકાનો ઘટાડો
એક માસ અગાઉ ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓની કુલ સંખ્યા 4501 હતી તે આજે ઘટીને 469 થઇ જતા એક માસમાં એક્ટિવ દર્દીઓની સંખ્યામાં 89.58 ટકાનો નોંધપાત્ર ઘટાડો થતા હોસ્પિટલોમાં કોરોનાના બેડ ખાલી થઇ ગયા છે. જેથી કોરોનાની બીજી લહેરના વળતા પાણી છે.

અન્ય સમાચારો પણ છે...