કોરોના:ભાવનગર જિલ્લામાં આજે નવા 295 કેસ નોંધાયા, 30 દર્દી કોરોનાને માત આપવામાં સફળ રહ્યા

ભાવનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • શહેરમાં 1186 અને ગ્રામ્યમાં 176 દર્દીઓ મળી કુલ 1362 એક્ટિવ કેસ

ભાવનગર જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે. આજે જિલ્લામાં એક જ દિવસમાં ત્રણસોની નજીક પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે 30 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યા હતા. ભાવનગરમાં 295 નવા કેસ નોંધાતા એક્ટિવ કેસનો આંક 1362 પર પહોંચી ચૂક્યો છે.

ભાવનગર જિલ્લામાં આજે 295 કેસ નોંધાતા હાહાકાર મચ્યો છે, જેને લઈ ભાવનગર શહેરમાં આજે 250 નવા કેસ નોંધાયા હતા જેમાં 142 પુરુષનો અને 108 સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જયારે 7 દર્દીઓ કોરોનાને માત આપી હતી, જયારે ગ્રામ્યમાં પણ 45 કેસ નોંધાયા હતા જેમાં 23 પુરુષનો અને 22 સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે 23 દર્દીઓ કોરોનાને માત આપી હતી.

ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 7 અને તાલુકાઓમાં 23 કેસ મળી કુલ 30 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ દર્દીને આજરોજ હોમ આઈસોલેશનમાં રહેવા માટે હોસ્પિટમાંથી રજા આપવામાં આવી હતી.

આમ, શહેરમાં દર્દીની સંખ્યા વધીને 1186 પર પોહચી છે. જ્યારે ગ્રામ્યમાં 176 દર્દી મળી કુલ 1362 એક્ટિવ કેસ થયા છે. ભાવનગર જિલ્લામાં નોંધાયેલા 23 હજાર 124 કેસ પૈકી હાલ 1362 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં 301 દર્દીઓનું અવસાન થયું છે.

4 બેંક કર્મચારીઓ, 1 ડોક્ટર, 1 પોલિટેક્નિક ઇન્સ્ટિટ્યૂટનો કર્મચારી સહિત 1 વિદ્યાર્થી કોરોનાની ઝપેટમાં
જે શહેરમાં 250 કેસ નોંધાયા છે જેમાં એસબીઆઈ નિલમબાગ બેંક ની 34 વર્ષીય મહિલા કર્મચારી, એસબીઆઈ નિલમબાગ બેંક ના 40 વર્ષીય કર્મચારી, એસબીઆઈ બેંક ની 30 વર્ષીય મહિલા કર્મચારી, પોલિટેક્નિક ઇન્સ્ટિટ્યૂટ નો 43 વર્ષીય કર્મચારી, યસ બેંકની 42 વર્ષીય મહિલા કર્મચારી, કેપીઈએસ કોલેજ માં અભ્યાસ કરતો 18 વર્ષીય વિદ્યાર્થી, મેડિકલ રીપ્રેસેન્ટેટિવ 42 વર્ષીય અને સર ટી હોસ્પિટલ નો 53 વર્ષીય ડોક્ટર સહિત કોરોનાની ઝપટમાં આવ્યા હતા, જ્યારે બાકી બધા ભાવનગર શહેરના જુદા-જુદા વિસ્તારોમાં કેસો નોંધાયા હતા,

અન્ય સમાચારો પણ છે...