તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:ભાવનગરમાં કોરોનાનો કહેર યથાવત, આજે જિલ્લામા 94 કોરોના પોઝિટિવ કેસ

ભાવનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જિલ્લામાં હાલ 580 દર્દીઓ સારવાર હેઠળ

ભાવનગર જિલ્લામા આજરોજ 94 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 7,343 થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમાં 42 પુરૂષ અને 23 સ્ત્રી મળી કુલ 58 લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે.

જ્યારે તાલુકાઓમાં ગારીયાધાર ખાતે -1, પાલીતાણા ખાતે -1, ઘોઘા ખાતે -1, વલ્લભીપુર ખાતે - 1, ભાવનગર ગ્રામ્ય ખાતે - 1, તળાજા ખાતે - 2, ઉમરાળા ખાતે - 18 તેમજ સિહોર ખાતે - 4 મળી કુલ 29 લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.

જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા 32 અને તાલુકાઓમાં 13 કેસ મળી કુલ 45 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ 7 દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.

આમ જિલ્લામા નોંધાયેલા 7,343 કેસ પૈકી હાલ 580 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામા આજદિન સુધીમાં 73 દર્દીઓના અવસાન થયેલ છે.

કોરોનાથી બચવા બિનજરૂરી બહાર જવાનું ટાળો- કમિશનર ગાંધી

ભાવનગર મહાનગરપાલિકાના કમિશનરે જણાવ્યું હતું કે જે રીતે સમગ્ર રાજ્ય અને ભાવનગર શહેરમાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે તેના લીધી હું તમારા માધ્યમથી જાણવા માંગુ છું કે બિનજરૂરી રીતે બહાર નીકળવાનું ટાળો, સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરો, અને માસ્ક અવશ્ય પહેરો આ જ એક માત્ર ઉપાય છે, જે 45 થી વધુ ઉંમરના લોકો રસી અવશ્ય લે, વહીવટી તંત્ર દ્વારા બજારોમાં માસ્ક ની ટિમો કામ કરી છે પણ જયારે લોકો સ્વયંભુ રીતે કાયદાનું પાલન કરશે તો આ ચેઇન ને તોડી શકાશે, ખાસ તો બજારમાં વેપારીઓ તંત્રને સહકાર નહીં આપે તો કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

    વધુ વાંચો