તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભાવનગર જિલ્લામા આજરોજ 77 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 7,170 થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમાં 39 પુરૂષ અને 19 સ્ત્રી મળી કુલ 58 લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે.
જ્યારે તાલુકાઓમાં પાલીતાણા ખાતે 1, વલ્લભીપુર ખાતે - 4, મહુવા ખાતે -1, ભાવનગર ગ્રામ્ય ખાતે -1, પાલીતાણા ખાતે - 1, તળાજા ખાતે - 3, ઉમરાળા ખાતે - 7 તેમજ સિહોર ખાતે - 2 મળી કુલ લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.
જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા 27 અને તાલુકાઓમાં 8 કેસ મળી કુલ 35 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ 7 દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.
આમ જિલ્લામા નોંધાયેલા 7,170 કેસ પૈકી હાલ 493 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામા આજદિન સુધીમાં 72 દર્દીઓના અવસાન થયેલ છે.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.