તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:ભાવનગરમાં કોરોનાનો કહેર યથાવત, આજે જિલ્લામાં 165 નવા કેસ, એક્ટિવ કેસની સંખ્યા 1037 પર પહોંચી

ભાવનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • આજે 55 દર્દીઓ કોરોનાને માત આપવામા સફળ રહ્યા

ભાવનગર શહેર અને જિલ્લામાં માર્ચ માસથી શરૂ થયેલી કોરોનાની બીજી લહેરે હવે હાહાકાર મચાવ્યો હોય તેમ માત્ર પાંચ જ દિવસમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા બમણી થઇ ગઇ છે. તા.9 એપ્રિલે શહેર-જિલ્લામાં કુલ કેસ 84 હતા તે આજે લગભગ બમણાં થઇને આજે 165 પોઝિટિવ થઇ ગયા છે. જ્યારે આજે શહેરમાં 724 અને તાઇુકા-ગ્રામ્ય કક્ષાએ 313 મળીને કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓની સંખ્યા સૌ પ્રથમ વખત એક હજારને વટાવીને 1037ના આંકને આંબી ગઇ છે. જે આરોગ્ય વિભાગ માટે પડકારજન્ય સ્થિતિ છે.

ભાવનગર શહેરમાં આજે 84 પોઝિટિવ કેસ મળ્યા હતા જેમાં 45 પુરૂષ અને 39 મહિલાનો સમાવેશ થાય છે. જ્યારે 44 દર્દીઓ સાજા થયા હતા જેમાં 28 પુરૂષ અને 16 મહિલાઓનો સમાવેશ થાય છે. શહેરમાં આજ સુધીમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 5543 થઇ ગઇ છે અને તેની સામે 4772 દર્દીઓ કોરોનામુક્ત થતા રિકવરી રેઇટ ઘટીને 86.09 ટકા થઇ ગયો છે.

તાલુકા-ગ્રામ્ય કક્ષાએ આજે 81 પોઝિટિવ કેસ નોંધાયા હતા તેની સામે 11 દર્દીઓ કોરોનામુક્ત થયા હતા. તાલુકા-ગ્રામ્ય કક્ષાએ આજે આજ સુધીમાં 2669 પોઝિટિવ કેસ નોંધાયા અને તેમાંથી 2327 દર્દીઓ કોરોનામુક્ત થતા રિકવરી રેઇટ 87.19 ટકા થઇ ગયો છે. હાલ ભાવનગર તાલુકા-ગ્રામ્ય કક્ષાએ 313 દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યાં છે.

જિલ્લામાં રિકવરી રેઇટ 86.45 ટકા નોંધાયો
ભાવનગર શહેર અને જિલ્લામાં આજ સુધીમાં 8212 દર્દીઓ નોંધાયા છે અને તેની સામે આજ સુધીમાં 7099 દર્દીઓ સાજા થતા સમગ્ર જિલ્લામાં રિકવરી રેઇટ 86.45 ટકા થઇ ગયો છે.

જિલ્લામાં રસીકરણમાં 45 વર્ષથી વધુ વયનાથી 60 વર્ષથી વધુ વયના લોકો વધારે સજાગ
ગત તા.16 જાન્યુઆરીથી ભાવનગર સૌ પ્રથમ આરોગ્ય વિભાગ અને ફ્રન્ટ લાઇન વર્કર તેમજ ત્યાર બાદ 60 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો તથા 45થી 59 વર્ષના કો-મોરબિડ લોકોને કોરોના રસીકરણનો આરંભ ગત તા.16 જાન્યુઆરીથી કરાયો હતો. જેમાં માર્ચના આરંભથી સિનિયર સિટિઝનોનેુ રસીકરણનો આરંભ કરાયો ત્યારથી આજ સુધીમાં ભાવનગર જિલ્લામાં કુલ 1,59,500 સિનિયર સિટિઝન્સ પૈકી 95,519 વરિષ્ઠ નગરજનોઅે રસીકરણ કરવતા કુલ પૈકી 60 ટકાએ રસીકરણ કરાવ્યું છે અને હજી 40 ટકા સિનિયર સિટિઝન્સ વેક્સિનેશનના પહેલા ડોઝમાં બાકી છે.

ભાવનગર જિલ્લામાં વૃદ્ધો અને કો-મોરબિડના રસીકરણને 45 દિવસ થયા છે ત્યારે તેઓના રસીકરણના 13 એપ્રિલ સુધીના આંકડા મળ્યા છે તે મુજબ ભાવનગર જિલ્લામાં 60 વર્ષથી વધુ વયના કુલ 1,59,500 પૈકી 95,519ને રસીકરણનો પહેલો ડોઝ અને 5113 વરિષ્ઠ નગરજનોએ તો બીજો ડોઝ પણ લઇ લીધો છે. જો કે હજી 40 ટકા જેટલા સિનિયર સિટિઝન્સ રસીકરણમાં પ્રથમ ડોઝમાં બાકી છે.

45 વર્ષથી વધુ વયના કો-મોરબિડ લોકોમાં જિલ્લામાં નોંધાયેલા કુલ 2,38,090 લોકો પૈકી 80,809એ જ રસીકરણનો પહેલો ડોઝ લેતા તેમાં રસીકરણની ટકાવારી માત્ર 34 ટકા જ નોંધાઇ છે. 66 ટકાને રસીનો પહેલો ડોઝ લેવાનો બાકી છે. બીજો ડોઝ તો માત્ર 1447 લોકોએ જ લેતા તેની ટકાવારી માત્ર 2 ટકા જ થઇ છે. .

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો