તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેલગામ અને બેરહેમ:કોરોના @ ઓલ ટાઈમ હાઇ લેવલએક જ દિવસમાં 77 પોઝિટિવનો વિક્રમ

ભાવનગર6 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • જો આ જ એવરેજ રહી તો એપ્રિલના અંતે ભાવનગરમાં કોરોનાના 1800 નવા કેસનો ઉમેરો થશે : 77 પોઝિટિવમાં 55 પુરૂષ અને 22 મહિલા
 • અગાઉ ભાવનગર જિલ્લામાં 2 ઓગસ્ટના રોજ 72 કેસ નોંધાયેલા તેનો વિક્રમ 245 દિવસના અંતરે તૂટ્યો

ભાવનગર શહેરમાં એક જ દિવસમાં સૌથી વધુ કોરોના પોઝિટિવના કેસ નોંધાવાનો વિક્રમ 2 ઓગસ્ટ,2020નો હતો જ્યારે શહેર અને જિલ્લામાં એક જ દિવસમાં 72 કેસ નોંધાયા હતા પણ આજે એક જ દિવસમાં શહેરમાં 77 પોઝિટિવ કેસ નોંધાતા 245 દિવસ બાદ ભાવનગરમાં કોરોના આવ્યાના ઇતિહાસમાં સર્વાધિક કેસનો વિક્રમ આજે નોંધાયો હતો.

આમ છતાં હજી લોકોમાં માસ્ક પહેરવા કે સોશિયલ ડિસ્ટન્સ જાળવવામાં પૂરતી તકેદારી જોવા મળતી નથી. બાકી હાલ ભાવનગર શહેર-જિલ્લામાં કોરોનાનું સંક્રમણ તેની ચરમસીમાએ છે તેમ કહી શકાય. ચાર દિવસમાં રોજ નવા મળતા પોઝિટિવ કેસની એવરેજ 60 થઇ ગઇ છે અને આ જ એવરેજ આ માસમાં શરૂ રહી તો એકલા આ એપ્રિલમાં જ 1800 દર્દી મળશે. જે ભયાવહ સ્થિતિ આરોગ્ય વિભાગ માટે ઉભી કરશે. ભાવનગર શહેરમાં આજે 58 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાં 39 પુરૂષ અને 19 મહિલા મળીને 58 કેસ નોંધાયા હતા. જ્યારે 27 દર્દી કોરોનામુક્ત થયા હતા જેમાં 20 પુરૂષ અને 7 મહિલાનો સમાવશે થાય છે. શહેરમાં આજ સુધીમાં પોઝિટિવના કુલ 4852 કેસ નોંધાયા છે અને તે પૈકી 4432 સાજા થતા રિકવરી રેઇટ ઘટીને 91.34 ટકા થઇ ગયો છે.

ભાવનગર તાલુકા-ગ્રામ્યમાં આજે 19 પોઝિટિવ કેસ મળ્યા હતા જેમાં ઉમરાળાના લીમડામાં 19 વર્ષીય પુરૂષ, રંઘોળામાં 8 વર્ષીય બાળક, તળાજાના શેઢાવદરમાં 35 વર્ષીય પુરૂષ, મહુવાના ભાદ્રોડમાં 80 વર્ષીય પુરૂષ, ઉમરાળાના બજુડમાં 57 વર્ષીય પુરૂષ, પાલિતાણામાં 53 વર્ષીય પુરૂષ, ઉમરાળામાં 50 વર્ષીય પુરૂષ, વલ્લભીપુરના મેલાણામાં 51 વર્ષીય પુરૂષ, સિહોરના ટાણામાં 68 વર્ષીય મહિલા, તળાજામાં 52 વર્ષીય પુરૂષ, ઉમરાળાના ચોગઠમાં 71 વર્ષીય પુરૂષ અને થાપનાથમાં 70 વર્ષીય પુરૂષ, ઘોઘામાં 44 વર્ષીય પુરૂષ, વલ્લભીપુરના ચમારડીમાં 61 વર્ષીય પુરૂષ, સિહોરમાં 33 વર્ષીય પુરૂષ, વલ્લભીપુરના રતનપર(ગા)માં 38 વર્ષીય પુરૂષ અને 37 વર્ષીય મહિલા તથા ઉમરાળાના તરપાળામાં 60 વર્ષીય પુરૂષનો સમાવેશ થાય છે.

ડીજીપીએ ભાવનગર પોલીસનું કોરોનાથી મોત દર્શાવ્યું : સ્થાનિક તંત્રમાં એકેય મોત દર્શાવ્યું નહિ
આજે સ્થાનિક તંત્ર દ્વારા કોરોનાના આંકડા પ્રકાશિત થયા તેમાં એકપણ મોત કોરોનાથી દર્શાવાયું નથી જ્યારે ગુજરાતના ડીજીપીએ ટ્વીટ કરીને ભાવનગર મહિલા પોલીસ સ્ટેશનના એએસઆઈ મેહુર દે‌વશીભાઈ મકવાણાનું કોરોનાથી મોત થયાનું દર્શાવાયું છે.

એપ્રિલના ચાર જ દિવસમાં અધધધ 242 કેસ
ભાવનગર શહેર અને જિલ્લામાં આ એપ્રિલ માસમાં હજી તો ચાર જ દિવસ વિત્યાં છે ત્યાં કોરોનાના પોઝિટિવના કુલ કેસની સંખ્યા 242ને આંબી ગઇ છે. એટલે કે રોજના 60 પોઝિટિવ કેસની એવરેજ થઇ ગઇ છે.

કોરોનામાં રિકવરી રેઇટમાં 6.33 ટકાનો ઘટાડો
આ માર્ચ માસમાં કોરોનાના કેસમાં સતત વધારો થતો થયા બાદ એપ્રિલમાં રોકેટ ગતિએ કેસ વધ્યા અને તેની તુલનામાં કોરોનામાંથી સાજા થઇ રહેલા દર્દીઓની સંખ્યામાં ઘટાડો થતો હોય ભાવનગર જિલ્લામાં કોરોનાના રિકવરી રેઇટમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. ગત માર્ચના આરંભે સમગ્ર જિલ્લામાં કોરોનામાં રિકવરી રેઇટ 98.45 ટકા હતો તે આજે ઘટીને 92.12 ટકા થઇ જતા છેલ્લાં પાંચ સપ્તાહમાં કોરોનાના રિકવરી રેઇટમાં 6.33 ટકાનો નોંધપાત્ર ઘટાડો થયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો