તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:કોરોનાના 3085 ટેસ્ટ ઘટ્યા તો પોઝિટિવ કેસમાં 860નો ઘટાડો

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મે માસમાં પ્રથમ 5 દિવસમાં 29,122 ટેસ્ટ થયેલા તે બીજા 5 દિવસમાં 26,037 થયા

ભાવનગર શહેર-જિલ્લામાંમાં મે માસના 1 દિવસનું કોરોનાનું ઓડિટ કરીએ તો પ્રથમ પાંચ દિવસમાં કોરોનાના કુલ 29,122 ટેસ્ટ થયેલા તે અંતિમ 5 દિવસ દરમિયાન ઘટીને 26,037 થઇ ગયા છે. આ ટેસ્ટ ઘટ્યા તેની સામે ભાવનગર જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા પણ ઘટી ગઇ છે. ટેસ્ટની સંખ્યા 3085 ઘટી તેની સામે પોઝિટિવ કેસની સંખ્યામાં 860નો ઘટાડો છેલ્લાં 5 દિવસમાં થયો છે. આ પણ એ.ક કારણ હોય શકે છે પોઝિટિવ કેસ ઘટે તો છે જ પણ આ ઘટડાથી કાંઇ સ્થિતિ સુધરી ગઇ તેના વધુ પડતા આત્મવિશ્વાસમાં રાચવા જેવું નથી. જે હોય તે પણ કોરોના ટેસ્ટમાં ઘટાડાના કારણે ઓછા થતા પોઝિટિવ કેસ પણ શંકાના વમળમાં આવી ગયા છે.

ભાવનગર શહેર અને જિલ્લામાં મે માસના પ્રથમ પાંચ દિવસમાં કોરના પોઝિટિવ છે કે નેહીં તેના કુલ 29,122 ટેસ્ટ કરવામાં આવ્યાં હતા એટલે કે પ્રથમ તા.1થી 5 તારીખમાં રોજના સરેરાશ 5824 ટેસ્ટની એવરેજ રહી હતી. જ્યારે અંતિમ પાંચ દિવસ તા.6થી 10 મે દરમિયાન પોઝિટિવ છે કે નહીં તે માટે કુલ 26,037 ટેસ્ટની એવરેજ રહી હતી. એટલે કે રોજના એવરેજ 5207 ટેસ્ટની એવરેજ રહી હતી. આ સામે તા.1થી 5 મે દરમિયાન સમગ્ર જિલ્લામાં કુલ 2665 પોઝિટિવ કેસ મળેલા તેથી રોજની એવરેજ 533 કેસની રહી હતી. જ્યારે તા.6થી 10 મે દરમિયાન સમગ્ર જિલ્લામાં કુલકેસ 1805 કેસ નોંધાયેલા આથી રોજની એવરેજ 361 કેસની નોંધાઇ હતી. આથી રોજ પોઝિટિવ કેસમાં 172નો ઘટાડો થયો છે.

અન્ય સમાચારો પણ છે...