કોરોના સંક્રમણ:કોરોના : પુરૂષની તુલનામાં મહિલાઓ વધુ ઝપટમાં

ભાવનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કુલ 75 કેસ પૈકી 43 મહિલાઓને કોરોના

કોરોનાની આ ત્રીજી લહેરમાં પુરૂષોની તુલનામાં મહિલાઓ કોરોનાની ઝપટમાં વધુ આવ્યાં છે. ભાવનગર શહેર અને જિલ્લામાં છેલ્લાં એક સપ્તાહમાં કુલ 75 કેસ નોંધાયા છે તે પૈકી 32 પુરૂષ અને 43 મહિલા નોંધાયા છે. ટકાવારીની દ્રષ્ટિએ કોરોનાના કેસમાં પુરૂષનોના કેસની ટકાવારી 42.67 ટકા અને મહિલાઓની ટકાવારી 57.33 ટકા નોંધાઇ છે.

ભાવનગર શહેર અને જિલ્લામાં ગત પ્રથમ અને બીજી લહેરમાં કોરોનામાં મહિલાઓની તુલનામાં પુરૂષોના વધુ કેસ નોંધાતા હતા. પણ આ વખતે જાણે વાયરસનો ટ્રેન્ડ બદલાયો હોય તેમ પુરૂષની તુલનામાં મહિલાઓના કેસ વધુ મળી રહ્યાં છે. તેમાં પણ બે દિવસ, તા.3 અને તા.4ના રોજ કુલ 40 કેસ શહેર અને જિલ્લામાં નોંધાયા છે તેમાં 27 મહિલા અને માત્ર 13 પુરૂષના કેસ નોંધાયા છે. એટલે કે આ બે દિવસમાં તો ભાવનગરમાં પુરૂષ કરતા મહિલાના કેસ બેવડા થઇ ગયા હતા.

એક સપ્તાહમાં 75 નવા કેસ

તારીખપુરૂષમહિલાકુલ
4 જાન્યુઆરી81422
3 જાન્યુઆરી51318
2 જાન્યુઆરી5510
1 જાન્યુઆરી314
31 ડિસેમ્બર336
30 ડિસેમ્બર4610
29 ડિસેમ્બર415
કુલ કેસ324375
અન્ય સમાચારો પણ છે...