તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વાઈરસ:કેન્સરની સાથે કોરોના થતા ડર તો લાગ્યો પણ જુસ્સો અકબંધ હતો

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ચાર ગંભીર બિમારીવાળા મહિલાએ કોરોનાને કર્યો પરાજિત
  • ભાવનગર ખાતે વધુ બે દર્દીઓએ કોરોનાને , પરાજિત કરતા રિકવરી રેઇટ 82.35 ટકા થયો

ભાવનગરમાં આજે સર તખ્તસિંહજી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાંથી વધુ બે કોરોના પોઝિટિવ દર્દીઓને સરકારની નવી ગાઇડલાઇન મુજબ ડિસ્ચાર્જ કરવામાં આવતા અત્યાર સુધીમાં ભાવનગર જિલ્લામાં કુલ 119 પોઝિટિવ દર્દી પૈકી 98 દર્દીઓને રજા આપવામાં આવતા રિકવરી રેઇટ 82.35 ટકા થઇ ગયો છે. 

ગત તા.23 એપ્રિલના રોજ ભાવનગરના મતવા ચોકચોક, રેલ્વે સ્ટેશન રોડ ખાતે રહેતા 60 વર્ષીય રૂકસાનાબેન ઈબ્રાહિમખાન પઠાણ અને તા.6 મેના રોજ પાલિતાણા ખાતે રહેતા 58 વર્ષીય ભાશાબેન ચંદુભાઈ સોરઠિયાનો રિપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયા હતા. બાદમાં આજે બંને દર્દીનો ગત 24 કલાક દરમિયાન 2 વખત કરવામા આવેલ રિપોર્ટ નેગેટીવ આવતા દર્દીને સંપૂર્ણ સ્વસ્થ જાહેર કરી આજે તેમને હોસ્પિટલમાંથી રજા અપાઇ હતી.

તાજેતરમાં જ ભાષાબેન ચંદુભાઈ સોરઠીયા જે કોરોનાને પરાસ્ત કરી જનરલ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા છે તેમના પતિ સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે ભાષાબેનને ડાયાબિટીસ, બી.પી, થાઇરોઇડ અને નવ મહિનાથી કેન્સર જેવી ચાર મોટી બીમારી હતી. તેમનું અમદાવાદની એપોલો હોસ્પિટલ ખાતે 8 મહિના પહેલા સ્તન કેન્સરનું ઓપરેશન કરાવ્યું હતું અને ત્યારબાદ શેક આપવા મહિનામાં એપ્રિલ માહિનામાં પાંચ વખત ગયા હતા ત્યારે પાંચમી વખતમાં તેમને અને તેમના પત્નીને કોરોનાનો ચેપ લાગી ગયો હતો, ત્યારબાદ પાલીતાણા આવ્યા પછી તાવ આવવાનો શરુ થયો હતો અને દવાઓ લીધા છતાં સારું ન થતા સર.ટી હોસ્પીટલમાં ચેકઅપ કરાવ્યું ત્યારે તેમનું સેમ્પલ લેવામાં આવ્યું હતું અને તે દિવસે રાત્રે જ કોરોના પોઝિટિવ આવ્યો હતો. 

અન્ય સમાચારો પણ છે...