તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:કોરોના વોરિયર્સ નર્સિંગના કર્મીઓ બે મહિનાથી પગાર વિહોણા

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સરકારના આદેશ છતા જુન અને જુલાઇના પગારના ઠેકાણા નથી

રાજયમાં આવેલ મેડીકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલોમાં ફરજ બજાવતા કર્મચારીઓને સમયસર પગાર ચુકવવાનો આરોગ્ય વિભાગનો પરિપત્ર હોવા છતા કોરોનાના કપરા કાળમાં કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા કર્મચારીઓને જુન અને જુલાઇ માસનો પગાર નહીં ચુકવાતા કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળેલ છે. ફિક્સ પગારના ગુજરાત સરકારના 100 જેટલાં નર્સીંગ સ્ટાફ હાલમાં અત્રેની સર ટી હોસ્પિટલ ખાતે ફરજ બજાવે છે દરેક નાણાકીય વર્ષ એટલે કે એપ્રિલ મહિનામાં આ જગ્યાઓ નું ક્ન્ટીનુએશન ગાંધીનગર ખાતે તબીબી શિક્ષણ દ્વારા મોકલવાનું થાય છે તોજ ટ્રેઝરી ઓફિસ દ્વારા તેઓના પગાર ચુકવણું થઇ શકે નહિતરપગારનું ચુકવણું થઇ શકતું નથી. છેલ્લા બે મહિના થી એટલે કે જૂન- અને જુલાઈનો પગાર આ તમામ કર્મચારીઓનો હજુ સુધી પગાર થયો નથી. સરકારના 22/6/2020 ના પરિપત્ર મુજબ કોરોના વોરિયર્સનો નિયમિત પગાર થાય એ જરૂરી અને ફરજીયાત છે.

આજ દિન સુધી પગાર ના મળવા છતાં કોરોના વોર્ડમાં પોતાના જીવના જોખમે કામ કરતા નર્સીસનો બે મહિનાનો પગાર જલ્દીથી ચૂકવાય ને આગળ ના મહિનામાં પણ રેગ્યુલર પગાર થાય તે માટે તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે. અત્યારે પગારની અનિયમિતતાથી તમામ કર્મચારીઓમાં ભારે અસંતોષ છે જેથી આવતા દિવસોમાં પગાર નહીં તો કામ નહિ તેવું થશે તો મોટી મુશ્કેલી ઉભી થાય તેમ છે.આ અંગે આવતા દિવસોમાં ગંભીર પરિસ્થિતિ સર્જાઇ તે પહેલા આરોગ્ય તંત્ર કર્મચારીઓના રોષ ખાળવા પગારની નિયમિતતા જળવાય તેવા પગલા ભરે તે જરૂરી છે.

સરકારનો પરિપત્ર પણ સમયસર પગાર ચુકવવાનો છે
સરકારના તા.22.6.20ના ઠરાવથી કરોના વોરીયર્સને સમયસર પગાર ભથ્થા ચુકવાય તે અંગે સુનિશ્વિત કરવાનું રહેશે.નર્સીંગ સંવર્ગના કર્મચારીઓ કોરોના વોરિયર્સની વ્યાખ્યામાં આવતા હોય પગાર સમયસર થાય તે અંગે કાર્યવાહી કરવી તેવ નાયબ નિયામક તબીબી સેવાનો પત્ર દ્વારા જણાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...