તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોલમાલ:કોરોના રસીના ગરબડ ગોટાળા રસી કોઈ લે અને મેસેજ કોઈને

ભાવનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અજાણી વ્યક્તિના રસી લીધાના મેસેજથી અનેક શંકા કૂશંકા
  • આરોગ્ય કર્મચારીઓની ભુલને કારણે રસીકરણના પ્રમાણપત્ર મળતા નથી

કોરોના વેક્સિનેશનમાં જાણે ગડબડ ગોટાળા હોય તેમ રસી કોઈ લે અને રસી લીધાનાં મેસેજ કોઈના મોબાઇલ પર અાવે. જેને કારણે જેઓએ રસી લીધી હોવા છતાં અન્યના મોબાઇલમાં મેસેજ જતા રસી લીધા હોવાનું પ્રમાણપત્ર પણ ડાઉનલોડ થઇ શકે નહીં. ભાવનગર શહેરમાં ગઈકાલ સુધીમાં 3,56,000 વ્યક્તિને પ્રથમ ડોઝ અને 1,57,904 વ્યક્તિને બીજો ડોઝ અપાયો છે. તેમજ ગઈકાલે શહેરમાં 5949 વ્યક્તિએ રસી લીધી હતી.

પરંતુ આ રસીકરણની કામગીરીમાં થોડી ત્રુટી પણ રહી ગઇ છે. જેને કારણે અનેક લોકો હેરાન થાય છે. રસી લેતા સમયે મોબાઇલ નંબર દ્વારા રજિસ્ટ્રેશન થાય છે અને જે વ્યક્તિ રસી લે તુરંત તેઓને રસી લીધાનો મેસેજ આવે છે જેના દ્વારા તેઓ વેક્સિનનું પ્રમાણપત્ર પણ મેળવી શકે છે. પરંતુ અનેક કિસ્સામાં રસી લીધા બાદ મોબાઇલમાં મેસેજની રાહ જોતા હોય છે અને તે મેસેજ અન્યના મોબાઇલ પર ચાલ્યો જાય છે. જેથી તેને પ્રમાણપત્રમાં પણ મુશ્કેલી પડે છે.

ઘણાં લોકોને તો કોઈ જાતના સંબંધ નથી તેવા વ્યક્તિઓના રસી લીધાના મેસેજ આવે છે. ત્યારે ખરેખર જેના નામે મેસેજ છે તેણે રસી લીધી છે કે નહીં તે પણ શંકા સેવે છે. ત્યારે આવી ક્ષતિઓને આરોગ્ય વિભાગે દૂર કરવી જરૂરી બન્યુ છે.એજ્યુકેશન હોય કે અન્ય શહેરમાં નોકરી હોય અથવા તો વિદેશ ગમન હોય, દરેક જગ્યામાં કોરોના વેક્સિન લીધાનું પ્રમાણપત્ર માગે છે. પરંતુ આરોગ્ય કર્મચારીઓની ભુલને કારણે જે લોકોના ખોટા મોબાઇલ નંબર સબમીટ કર્યા હશે તેઓને રસી લીધા બાદ પણ પ્રમાણપત્ર મળી શકશે નહીં. જેઓને ભારે મુશ્કેલી પડી રહી છે.

મોબાઇલ નંબરમાં ભુલને કારણે ગરબડ થઇ શકે
કોરોના રસી આપતા સમયે કર્મચારી કે રસી અાપવાવાળા થી મોબાઇલ નંબર સબમીટ કરવામાં આકડામાં ભુલ થઈ હોય તો અન્યને મેસેજ જાય. જે કોઈના મોબાઇલ પર અજાણી વ્યક્તિના મેસેજ આવે તો તેઓ કોવિડ પોર્ટલ પર નંબર ડીલીટ કરી શકે. ઘણાં કિસ્સામાં પોર્ટલની પણ ટેકનિકલ ક્ષતિ હોય છે. > ડો.મૌલિક વાઘાણી, ડે.હેલ્થ ઓફિસર

અન્ય સમાચારો પણ છે...