તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોનાનું સંક્રમણ વધવા સાથે પ્રજામાં રેપિડ ટેસ્ટ અને વેક્સિન મુકાવવા માટેની જાગૃતિ પણ વધી છે જેને કારણે ભાવનગર જિલ્લામાં વેક્સિનનો જથ્થો ખૂટી પડ્યો હતો. જેને કારણે અનેક સેન્ટરો પર વેક્સિન મુકવા માટે આવતા લોકો પરત ગયા હતા. જ્યારે શહેરમાં આજે વેક્સિન ખૂટવાની તૈયારી હતી ત્યાંજ 24000 વેક્સિન પહોંચી ગઈ હતી. અને જિલ્લામાં રાત્રે 24000 વેક્સિન આવી જશે. છેલ્લા બે દિવસમાં શહેરમાં પણ રેપિડ ટેસ્ટ કીટનો જથ્થો ખૂટી ગયો હતો.
ભાવનગર શહેરમાં જે રીતે કોરોનાનો અંક દિનપ્રતિદિન વધી રહ્યો છે તે પ્રમાણે લોકોની જાગૃતિમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. લોકો સ્વયંભૂ કોરોના માટે ટેસ્ટ કરાવવા જતા સેન્ટરો પર રેપિડ ટેસ્ટની પણ લાઈનો લાગે છે. તેવી જ રીતે વેક્સિનેશન માટે પણ સામાન્ય પ્રજાજનો ઉપરાંત રાજકીય, સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા પણ જુદા જુદા કેમ્પ યોજી લોકોને કોરોનાની વેક્સિન મૂકાવવા માટે પ્રયાસ કરતા ભાવનગર શહેરમાં તો કુલ 93000 વેક્સિનેશન સાથે અધધધ..150% જેટલો ટાર્ગેટ પૂરો થયો છે.
શહેર અને જિલ્લામાં વેક્સિન મુકાવવા લોકોમાં જાગૃતિનો જુવાળ ઊભો થતા એક તબક્કે વેક્સિનનો જથ્થો પણ ખૂટવા પર આવી ગયો હતો. જિલ્લા કક્ષાએ અનેક સેન્ટરો પર વેક્સિન ઉપલબ્ધ નહિ હોવાને કારણે લોકોને વેકસીન લીધા વગર પરત જવું પડ્યું હતું. જોકે, વેક્સિનનો જથ્થો આજે રાત્રે સુધીમાં આવી જતા રાત્રે જ સેન્ટરો પર સપ્લાય કરવાની કામગીરી હાથ ધરાશે તેમ તંત્ર વાહકો દ્વારા જણાવાયું છે.
રાત્રે તમામ સેન્ટર પર જથ્થો પહોંચી જશે
કોરોનાની વેક્સિન માટે પોર્ટલ પર ચડ્યા બાદ દિલ્હીથી રાજ્ય સરકારને અને ત્યાંથી ભાવનગર જથ્થો આવે છે કાલથી પાઈપમાં જ હતો. કદાચ કોઈ જગ્યાએ મુશ્કેલી રહી હશે. પરંતુ આજે ભાવનગર જિલ્લા માટે 24000 વેક્સિન ફાળવી છે જે અાજે રાત્રે જ તમામ સેન્ટર પર પહોંચી જાય તેવી વ્યવસ્થા થઈ જશે. કોઈને વેક્સિન વગર પરત નહીં જવું પડે. આજ સુધીમાં 1,80,000 જેટલા લોકોને વેક્સિન અપાઈ છે.> એન.સી. વેકરીયા, જિલ્લા આરોગ્ય અધિકારી
જિલ્લામાં કોરોના ટેસ્ટનું એક વર્ષ, 3.41 લાખ ટેસ્ટ
ભાવનગર જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના ટેસ્ટ છેલ્લા એક વર્ષથી કરવામાં આવી રહ્યા છે. પી.એચ.સી., ધન્વંતરી રથ, મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી સહિતમાં કોરોના માટેના ટેસ્ટ ગત 6ઠ્ઠી એપ્રિલ 2020 થી કરવામાં આવી રહ્યા છો. આજે ટેસ્ટની કામગીરીને એક વર્ષ પૂર્ણ થતા RT PCR 70278 અને એન્ટિજેન 2,74,035 મળી કુલ 3,41,774 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
શહેરમાં રેપિડની 5000 કિટ આવી, 1700 તો 1 દિ’માં ટેસ્ટ
ભાવનગર શહેરમાં રેપિડ ટેસ્ટ કરાવવા માટે નગરજનોમાં સારી એવી જાગૃતિ જોવા મળી રહી છે. કોર્પોરેશનના 44 સેન્ટર પર છેલ્લા બે દિવસમાં રેપિડ ટેસ્ટ કિટની અછત ઊભી થઈ હતી. લોકોને પાછા પણ જવું પડ્યું હતું. પરંતુ આજે 5000 જેટલી કિટ આવતા રાહત થઇ હતી. જોકે, આજે એક જ દિવસમાં ધન્વંતરી રથમાં 1350 મળી કુલ 1700 થી વધુ રેપિડ ટેસ્ટ કરાયા હતા. જેથી એકાદ-બે દિવસમાં પુનઃ જથ્થો ખૂટી જવાની સંભાવના છે.
Sponsored By
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.