તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સીનેશન:ભાવનગર માર્કેટીંગ યાર્ડ ખાતે શહેર કિસાન મોરચા દ્વારા કોરોના વેકસીનેશન કાર્યક્રમ યોજાયો

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ કેમ્પમાં 84 દિવસ પૂર્ણ કરેલ લોકોને બીજો ડોઝ તેમજ પહેલો ડોઝ આપવામાં આવ્યો હતો

સરકાર દ્વારા આત્મનિર્ભર અભિયાન અંર્તગત કોરોના મહામારીને મહાત કરવા વિકસાવેલ રસી ભાવનગર મહાનગરપાલિકા અરોગ્ય વિભાગનાં સહયોગથી ભાવનગર શહેર કિસાન મોરચા દ્વારા માર્કેટિંગ યાર્ડ ખાતે વેક્સીનેશન કેમ્પ રાખવામાં આવ્યો હતો.

ભાવનગર શહેર કિસાન મોરચા દ્વારા ભાવનગર મહાનગરપાલિકા અરોગ્ય વિભાગનાં સહયોગથી બીજો વેક્સીનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માર્કેટિંગ યાર્ડ આજુબાજુના લોકોને, વેપારીભાઇઓ ,મહેતાજીઓ,મજુર ભાઇઓ, ખેડૂતભાઇઓ ,ઓફીસ સ્ટાફ, કર્મચારીઓને તમામ લોકો એ રસીનો બીજો ડોઝ લઈ પોતાને સુરક્ષિત કર્યા હતા, આ કેમ્પમાં 84 દિવસ પૂર્ણ કરેલ લોકોને બીજો ડોઝ તેમજ પહેલો ડોઝ આપવામાં આવ્યો હતો.

કોરોના રસીકરણ કેમ્પ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ કિસાન મોરચા મંત્રી ભરતભાઈ મેર, પ્રદેશ કિસાન મોરચા કોષાધ્યક્ષ સી.પી. સરવૈયા, ભારતીય જનતા પાર્ટી, ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ રાજીવભાઈ પંડ્યા, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને ભાવનગર પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, મેયર કીર્તિબેન દાણીધારીયા, ભાવનગર જિલ્લા ભાજપ મહામંત્રી ભુપતભાઈ બારૈયા, ભાજપ શહેર ઉપપ્રમુખ હરેશભાઈ મકવાણા, નગર શિક્ષણ સમિતી ચેરમેન નિલેશભાઈ રાવલ, નગરસેવક ઉપેન્દ્રસિંહ ચુડાસમા, કિશાનમોર્ચો મહાનગર ભાવનગરના પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલ, મહામંત્રી ઘનશ્યામભાઇ સોનાણી, મહામંત્રી નિરવભાઇ કિકાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...