તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના રસીકરણ અભિયાન:શહેરમાં વધુ પાંચ ખાનગી હોસ્પિટલો માં કોરોના રસીકરણ

ભાવનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોરોનાની રસીની કિંમત પહેલેથી જમા કરાવવાની અને ઈ - વિન ( VIN) દ્વારા ફાળવણી ફરજીયાત

તાજેતરમાં 5 હોસ્પિટલો ને કોરોના નાં રસીકરણ માટે મંજુરી આપવામાં આવી છે અને આ હોસ્પિટલો નાગરિકોને રસી આપવા માટે સજ્જ છે. તા. 24 માર્ચ નાં રોજ મુખ્યમંત્રી અમૃતમ યોજના કે આયુષ્માન ભારત યોજના સિવાય નાં 5 હોસ્પિટલો ને રસીકરણ ની પરવાનગી આપવામાં આવી છે. કોરોના માટેની કેન્દ્ર અને રાજ્ય સરકાર ની તમામ ગાઇડલાઈન નું પાલન કરીને રસીકરણ કરવાનું રહેશે.

મહાનગરપાલીકા વિસ્તાર ની 5 હોસ્પિટલો જેવીકે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, આનંદ વાટિકા ભગિની મંડળ, ડૉ. લખાણી હોસ્પિટલ, શાંતિલાલ માણેકલાલ શાહ હોસ્પિટલ અને સિદ્ધિ વિનાયક મેડિકલ સેન્ટર ખાતે હવેથી કોરોના થી રક્ષણ માટે રસીકરણ કરી આપવામાં આવશે. ખાનગી હોસ્પિટલો મ. ન.પા ને અપીલ કરે છે.

મહાનગરપાલિકા દ્વારા ગુજરાત સરકાર ને નામ મોકલી આપવના આવે છે અને જે હોસ્પિટલો માપદંડ માં ખરી ઉતરતી હોય તેમને શરતો સાથે પરવાનગી આપવામાં આવે છે. જ્યારે જિલ્લામાં હનુમંત હોસ્પિટલ, સ્વામી નિર્દોષનંદ હોસ્પિટલ , સદવિચાર હોસ્પિટલ પાલીતાણા અને તળાજા ખાતે રસીકરણ શરૂ છે. અન્ય કોઈપણ પ્રાઇવેટ હોસ્પિટલ દ્વારા કોરોના રસીકરણ કેન્દ્ર માટે અરજી આપવામાં આવી નથી.

ખાનગી હોસ્પિટલોમા થશે ચૂસ્ત નિયમ પાલન
ખાનગી હોસ્પિટલો દ્વારા કોવીન 2.0 પોર્ટલ માં રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને ઈ - વિન ( VIN) મારફતે વેક્સિન ની ફાળવણી કરવાની રહે છે. પ્રાઇવેટ હોસ્પિટલ દ્વારા જેટલા ડોઝ ની સંખ્યા હોય તેના લેખે રૂ.150 પહેલેથી જમાં કરવાના રહે છે. વેક્સિન નાં જેટલા લાભાર્થીઓ છે તેની સંખ્યા મુજબ નહિ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો