તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વકીલોનું રસીકરણ:ભાવનગર બાર એસોસિયેશન તથા ક્રીમીનલ બાર એસોસિયેશનના સંયુક્ત ઉપક્રમે કોરોના રસીકરણ કેમ્પનું આયોજન કરાયું

ભાવનગર19 દિવસ પહેલા
 • વકીલોના પરિવારજનો જે 45 વર્ષથી વધુના હતા તેમણે પણ રસીકરણ કરાયું
 • મારા વકીલો-મારો પરિવારના સૂત્રો સાથે વકીલો દ્વારા વેક્સિન લઈ કોરોનાથી સુરક્ષિત થયા

ભાવનગર બાર એસોસિયેશન તથા ક્રીમીનલ બાર એસોસિયેશનના સંયુક્ત ઉપક્રમે કોરોના રસીકરણ કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં ડિસ્ટ્રિક્ટ જજ, મેયર, ભાજપ શહેર પ્રમુખના હસ્તે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

મારા વકીલો-મારો પરિવારના સૂત્રો સાથે વકીલો દ્વારા વેક્સિન લઈ કોરોનાથી સુરક્ષિત થયા છે. ભાવનગરના વકીલો અને તેના પરિવારજનો માટે આ કેમ્પનું આયોજન કરાયું હતું. વકીલોને ઉંમરનો કોઈ બાધ નથી. કોઇ પણ ઉંમરના હોય તે કોરોના રસી લઇ શકશે. પણ વકીલના પરિવારજનો માટે 45 ઉંમર ઉપરના કેમ્પમાં લાભ લઈ શકશે તેમ જણાવ્યું હતું.

જિલ્લા આરોગ્યની ટીમ અને ભાવનગર બાર એસોસિએશન અને ક્રિમીનલ બાર એસોસિયેશન દ્વારા વકીલો માટે કોઈ ઉંમર બાધ નહીં પણ જો વકીલોના પરિવારજનો માટે 45 વર્ષથી વધુનાને રસીકરણ કરાયું હતું. જેમાં કોરના વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. આ રસીકરણ કેમ્પમાં ડિસ્ટ્રિક્ટ જજ, મેયર કીર્તિ દાણીધારીયા, ભાજપ શહેર પ્રમુખ રાજીવ પંડ્યા, ભાવનગર બાર એસોસિયેશનના હિરેન જાની તથા ક્રીમીનલ બાર એસોસિયેશન પ્રમુખ શિવરાજસિંહ ગોહિલ તથા તમામ બારના હોદ્દેદારો, કારોબારીના સભ્યો, સિનિયર, જુનીયર વકીલ ભાઈઓ-બહેનોએ આ કેમ્પનો લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો