તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જેલમાં વેક્સિનેશન:ભાવનગર જિલ્લા જેલમાં કેદીઓ માટે કોરોના વેક્સિનેશન કેમ્પ યોજાયો, ત્રણ દિવસમાં 250થી વધારે કેદીઓએ પેહલો ડોઝ લીધો

ભાવનગર12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • નવા આવતા કેદીઓને અલગ બેરેકમાં રાખવામાં આવે છે

ભાવનગર જિલ્લા જેલમાં કોરોના વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું છે. ત્રણ દિવસમાં 250 થી વધારે કેદીઓએ રસીનો પેહલો ડોઝ લીધો છે. ભાવનગરમાં મે મહિનાની શરૂઆત માંજ 1 મે ના રોજ 573 અને 2જી મેના રોજ 658 કેસો નોંધાયા છે. આમ કુલ બે દિવસમાં 1,231 કેસો નોંધાયા છે. તેથી વેક્સિનેશન પુર જોશમાં શરૂ કરવામાં આવ્યું છે.

જેલમાં કેદીની સંખ્યા પ્રમાણે જોઈએ તો સંક્રમણ નહિવત

ભાવનગર જિલ્લા જેલ શહેરના મધ્યભાગ સર ટી હોસ્પિટલ નજીક આવેલી છે. જિલ્લાની જેલમાં કુલ 499 કેદીઓ છે. તે પૈકી ગઈકાલે એક કેદીને લક્ષણના આધારે સમરસ હોસ્ટેલમાં સારવારમાં ધકેલવામાં આવ્યો છે. જ્યારે 14 દિવસ અગાઉ ત્રણ કેદીઓ પોઝિટિવ આવતા સમરસ હોસ્ટેલમાં સારવારમાં ગયા હતા અને સ્વસ્થ થઈને પરત ફર્યા છે. જેલમાં કેદીની સંખ્યા પ્રમાણે જોઈએ તો સંક્રમણ દર નહિવત સમાન છે

જેલમાં નવા આવતા કેદીને પણ કોરન્ટાઈન કરવામાં આવે છે

જિલ્લા જેલમાં જિલ્લાના તંત્ર દ્વારા નવા કેદીઓ માટે વ્યવસ્થા અલગ કરવામાં આવી છે. જિલ્લા જેલના જેલર બી.સી.સોલંકીએ જણાવ્યું હતું કે જેલમાં નવા આવતા કેદીને પણ કોરન્ટાઈન કરવામાં આવે છે. નવા આવતા કેદીઓને અલગ બેરેકમાં રાખવામાં આવ્યા છે. જેમાં 14 દિવસ કોરન્ટાઈન કરીને બાદમાં અન્ય યાર્ડમાં આવેલા બેરેકમાં બીજા કેદીઓ સાથે રાખવામાં આવે છે. એટલે સંક્રમણ જેલમાં ફેલાય નહિ.

260 કેદીઓને વેક્સિન આપી દેવામાં આવી

ભાવનગરની જિલ્લાની જેલમાં 499 કેદીઓ છે. તેમાં 3 કેદીઓ કોરોનાને માત આપી ચુક્યા છે. અને પરત ફર્યા છે. એવામાં જિલ્લા જેલમાં બે દિવસથી વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું છે. જેલમાં 499 પૈકી 104 કેદીને અને બીજા દિવસે 106 કેદીને અને ત્રીજા દિવસે પણ 50 થી વધારે કેદીઓને રસીનો ડોઝ આપવામાં આવ્યો છે. આમ 260 કેદીઓને વેક્સિન આપી દેવામાં આવી છે. અને હજુ બાકી કેદીઓને પણ આગામી દિવસમાં આપવામાં આવશે. તેમ જિલ્લા જેલના જેલર બી.સી.સોલંકીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો