તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • Corona Tries To Prevent Infection Of The Wedding Ceremony In The City, The Police Arrive, There Will Be A Place Where The Crowd Gathered

સંક્રમણ અટકાવવા પ્રયાસ:શહેરમાં લગ્ન સમારોહમાં થાય છે કોરોના સંક્રમણ અટકાવવા પ્રયાસ, જયાં જયાં ભીડ એકઠી થશે ત્યાં પોલીસ પહોંચશે

ભાવનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોના મહામારી વચ્ચે લગ્ન સમારોહ યોજાય રહયા છે.તો બીજી બાજુ લગ્ન પ્રસંગોમાં 200 આમંત્રિતોની સંખ્યા ઘટાડી રાજય સરકારે 100 કરી દીધી છે.ત્યારે કોરોનાના સંક્રમણને અટકાવવા માટે અને સરકારની ગાઇડ લાઇનનુ ચૂસ્તપણે પાલન કરાવવા તંત્ર હરકતમા આવ્યું છે. અને હવે પોલીસ આવા સમારોહ પર બાજ નજર રાખશે. અનેસરકારી ગાઇડ લાઇનનું ઉલંઘન કરનાર સામે દંડકીય કાર્યવાહી હાથ ધરશે.કોવીડ-19 સંક્રમણને અટકાવવા સરકારે બહાર પાડેલ ગાઇડ લાઇનનું ચૂસ્તપણે પાલન કરવા લોકોએ માસ્ક ફરજીયાત પહેરવું તેમજ ભીડ એકઠી ન કરવી અને તમામ જાહેર સ્થળોએ સોશ્યલ ડીસ્ટન્સ રાખવા અને કોરોના વાયરસને ફેલાતો અટકાવવા સરકારની ગાઇડ લાઇનનુ ચૂસ્તપણે પાલન કરાવવા સરકારે પોલીસ અને મ્યું કોર્પોરેશનને આદેશ કર્યો છે.ત્યારે ભાવનગર પોલીસ તંત્ર દ્વારા લગ્ન સમારોહમાં મહેમાનોનુ પ્રમાણ વધે નહી તે માટે જયા પણ લગ્ન સમારોહ યોજાયા હશે ત્યા તેમજ જાહેર સ્થળોએ અને ભીડભાડવાળી તમામ જગ્યાઓએ પોલીસ તંત્ર બાજ નજર રાખશે.અને સરકારની ગાઇડ લાઇનનું કડક પાલન કરાવશે.જરુર પડે તો દંડકીય કાર્યવાહી પણ કરવામા આવશે.

ફરિયાદ મળશે તો પોલીસ કરશે કાર્યવાહી
શફીન હસન, એએસપી, ભાવનગર- કોરોના મહામારીના સંક્રમણને અટકાવવા સરકારે ગાઇડ લાઇન બહાર પાડી છે. જેનુ દરેક લોકોએ ચૂસ્તપણે પાલન કરવાનુ રહેશે. અન્યથા પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાશે.લોકોએ ફરજીયાત માસ્ક પહેરવો,સોશ્યલ ડીસ્ટન્સ જાળવવાનુ રહેશે.લગ્ન સમારોહમા 100 થી વધુ માણસો જણાશે તો દંડકીય કાર્યવાહી હાથ ધરાશે.

અન્ય સમાચારો પણ છે...